NATIONAL

લોકસભાની અંદર સુરક્ષામાં ચૂક કરનારા મનોરંજનના પિતા દેવરાજે કહ્યું, ખોટુ કર્યું હોય તો ફાંસી આપી દો

નવી સંસદ ભવનમાં 13 ડિસેમ્બરે સુરક્ષામાં મોટી ચૂકની ઘટના સામે આવી છે. એક તરફ બે યુવક લોકસભાની અંદર દર્શક ગેલેરીમાંથી કુદીને સાંસદો વચ્ચે પહોંચી ગયા હતા અને કલર સ્પ્રે છાંટ્યો હતો. બીજી તરફ સંસદની બહાર એક યુવક અને એક મહિલાએ કલર સ્પ્રે છાંટીને નારા લગાવ્યા હતા. આ ઘટના પછી સંસદની અંદર અને બહાર અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસે ચારેય આરોપીની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે. લોકસભાની અંદર સુરક્ષામાં ચૂક કરનારા મનોરંજનના પિતા દેવરાજે કહ્યું, “જો મારા પુત્રએ કંઇક સારૂ કર્યું છે તો હું તેનું સમર્થન કરૂ છું પરંતુ જો તેને કંઇક ખોટુ કર્યું છે તો હું તેની ટિકા કરૂ છું. જો તેને સમાજ માટે કંઇક ખોટુ કર્યું છે તો તેને ફાંસી આપવામાં આવે.”

પોલીસે સંસદની બહાર નારેબાજી અને કલર ગેસ છોડવાના આરોપમાં નીલમ અને 25 વર્ષીય અમોલની ધરપકડ કરી છે. નીલમ હરિયાણાના જિંદની રહેવાસી છે. તે હિાસરના રેડ સ્કવેયર માર્કેટ પાછળ આવેલ પીજીમાં રહીને હરિયાણા સિવિલ સર્વિસની તૈયારી કરતી હતી. નીલમ 25 નવેમ્બરે પીજીથી ઘરે જવાની વાત કરીને નીકળી હતી. પીજીમાં રહેતી વિદ્યાર્થિનીએ જણાવ્યુ કે રાજનીતિમાં તેનો ખાસ રસ હતો.

નીલમના નાના ભાઇએ કહ્યું, “અમને આ અંગે જાણકારી નહતી કે તે દિલ્હી ગઇ છે. અમને જાણકારી હતી કે તે પોતાનો અભ્યાસ કરવા માટે હિસારમાં છે. તે સોમવારે અમને મળવા આવી હતી અને કાલે પરત ફરી છે, તેને BA,MA,B.Ed,M.Ed,CTET,M.Phil અને NET પાસ કરી છે, તેને કેટલીક વખત બેરોજગારીનો મુદ્દો ઉઠાવ્યો હતો અને ખેડૂતોના વિરોધ પ્રદર્શનમાં પણ ભાગ લીધો હતો.”

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!