GUJARATJETPURRAJKOT

Rajkot: તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં શ્રી વેજાગામ પ્રાથમિક શાળાના ૭ ખેલાડીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન

તા.૧/૨/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot: રાજકોટ જિલ્લામાં હાલ ખેલ મહાકુંભ ૨.૦ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઇ રહી છે. જેમાં શ્રી વેજાગામ પ્રા.શાળા રાજકોટના ૨૮ જેટલા ખેલાડીઓએ તાલુકા કક્ષાના ખેલમહાકુંભમાં એથ્લેટિક્સ વિભાગમાં જુદી-જુદી રમતમાં કૌવત દાખવ્યું હતું. જેમાં ૭ વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે.

અંડર-૧૭ વયજૂથમાં ૮૦૦મી.દોડ તથા લાંબીકૂદમાં તેજલબા જાડેજાએ અનુક્રમે પ્રથમ અને તૃતીય ક્રમ, ૪૦૦ મીટર દોડમાં રંગીતાબેન ભુરીયાએ દ્રિતીય ક્રમ હાંસલ કર્યો છે તો અંડર-૧૪ વયજૂથમાં ૪૦૦ મીટર દોડમાં સચિન તંબોળીયાએ પ્રથમ, અંડર-૧૧ વયજૂથમાં સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ અને ૫૦ મી દોડમાં હિતેશ તંબોળીયાએ પ્રથમ, સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પમાં હસ્તીના જરવરીયાએ દ્વિતીય અને ૫૦ મી. દોડમાં ચોથો તથા સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પમાં ઉર્વશી જાખલિયાએ તૃતીય, દિવ્યેશ લીંબડીયાએ ચોથો ક્રમ પ્રાપ્ત કર્યો છે. શ્રી વેજાગામ પ્રા. શાળાના વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ ટીમના કોચ ઝાપડિયા જગદીશભાઈ અને શાળા પરિવારે ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!