PANCHMAHALSHEHERA

 શહેરા અણીયાદ ચોકડી પાસે એક દિવ્યાંગ મહિલા ને રિક્ષા ચાલક ઉતારીને ફરાર….

શહેરા,

વાત્સલ્ય સમાચાર

નિલેશ દરજી શહેરા

 

પંચમહાલ જિલ્લામાં આવેલા શહેરા અણિયાદ ચોકડી વિસ્તારમાં એક દિવ્યાંગ મહિલા બાળક સાથે બેસી રહેલી જોવા મળતા જાગૃત નાગરિક દ્વારા 181 મહિલા હેલ્પલાઈનને કોલ કરવામા આવ્યો હતો.જેના પગલે 181 અભયમની ટીમ સ્થળ ખાતે આવીને મહીલાની પુછપરછ કરતા ઘોઘંબા તાલુકાના બાકરોલ ગામની હોવાનું જણાવતા તેના પરિવાર સાથે મિલન કરાવ્યુ હતુ.

 

શહેરા નગરના અણિયાદ ચોકડી વિસ્તારમાં હનુમાન ઈલેક્ટ્રીકની પાસે આવેલી દુકાનની બહાર દિવ્યાંગ મહિલા નાના બાળક સાથે બે કલાક કરતા વધુ સમય જોવા મળતા દુકાનદારોએ આ દિવ્યાંગ મહિલાને ક્યાથી આવ્યા છો તેમ પુછપરછ કરતા કોઈ જવાબ આપ્યો ન હતો. જાગૃત નાગરિકે મહિલાને પાણીની બોટલ અને નાસ્તો આપીને 181 મહિલા હેલ્પ લાઈનને આ સમગ્ર બાબતની જાણ કરી હતી. થોડીકવારમાં સ્થળ પણ અભયમની ટીમ આવી જઈને દિવ્યાંગ મહિલાની પુછપરછ કરતા તે શરૂઆતમાં કઈ જણાવ્યું ન હતું જોકે અભયમની ટીમ દ્વારા ફરી એક વખત પુછપરછ કરતા દિવ્યાંગ મહિલાએ કોઈ રિક્ષામાં બેસીને તે અહીયા આવી ગઈ હતી. અને તેનુ નામ અને સરનામું પુછતા સુમિત્રાબેન ભલાભાઈ બારિયા હોવાનું જણાવા સાથે તે ઘોઘંબા તાલુકાના બાકરોલ ગામ ખાતે રહેતા હોવાનું જણાવ્યું હતું. 181ની ટીમ દ્વારા દિવ્યાંગ મહિલા જે ચાલી નહી શકતી હોવાથી તેને ઉંચકીને વાહનમાં બાળક સાથે બેસાડીને તેના ગામ ખાતે લઈ જઈને પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.જાગૃત નાગરિક દ્વારા 181 અભયમ ટીમને કરેલા કોલ દ્વારા અને રાજ્ય સરકારની મહિલાઓની મદદ કરતી આ યોજના ફરી એકવાર સાચા અર્થમાં મહિલાને મદદગાર સાબિત થઈ છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!