GUJARATPATANSIDHPUR

સિદ્ધપુરમાં જીઆઇડીસીમાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે કોમન ફેસિલિટી સેન્ટરનું ઉદ્ઘાટન

સિદ્ધપુરમાં જીઆઇડીસીમાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે કોમન ફેસિલિટી સેન્ટરનું ઉદ્ઘાટન

સિદ્ધપુર જીઆઇડીસીમાં ૮૪. ૭૭ લાખનાં ખર્ચે તૈયાર થયેલા કોમન ફેસિલિટી સેન્ટરનું કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે ઉદ્ઘાટન કરાયું.

 

સિદ્ધપુર ખાતેના કોમન ફેસિલિટી સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કોમન ફેસિલિટી સેન્ટર રૂ.૮૪.૭૭ લાખનાં ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સંબોધન કરતાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, સિદ્ધપુરમાં નિર્માણ પામેલ આ ફેસીલીટી સેન્ટર નો હોલ સમગ્ર રાજ્યમાં આ પ્રથમ એવો હોલ છે જે ૧૦૦ ટકા સરકારના ખર્ચે તૈયાર થયો છે. જીઆઇડીસીમાં સિદ્ધપુર સંપુર્ણપણે ચાલુ છે. પાટણ જિલ્લામાં કુલ ૫ જીઆઇડીસી છે જેમાં સિદ્ધપુરમાં હવે જીઆઇડીસી નું નિર્માણ થવાનું છે. દરેક જીઆઇડીસી સ્માર્ટ બનાવવા અમે પ્રયત્નશીલ છીએ. ગુજરાત વિકાસ મોડલ છે. ભારતમાં જીડીપી માં સૌથી વધુ ૯ ટકા હિસ્સો ગુજરાતનો છે. આપ સૌ ઉદ્યોગ શરૂ કરો હું આપની સાથે છુ. અંતમાં જીઆઇડીસીનાં સભ્યોને મંત્રીએ કહ્યુ હતુ કે, સ્થાનિકોને રોજગારી મળી રહે તે માટે કામ કરજો.

સિદ્ધપુર ખાતે જીઆઇડીસીમાં કોમન ફેસિલિટી સેન્ટરનાં ઉદ્ઘાટન સમયે જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતીબેન મકવાણા, નગરપાલિકા પ્રમુખ કૃપાબેન આચાર્ય, જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન, જિલ્લા નિવાસી કલેક્ટર પ્રદીપસિંહ રાઠોડ, એપીએમસી પ્રમુખ વિષ્ણુભાઈ પટેલ, આગેવાન જયેશ પંડ્યા, સિદ્ધપુર જીઆઇડીસી પ્રમુખ નરેશ પટેલ, પુર્વ પ્રમુખ ભગુભાઈ પટેલ, વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

વાત્સલ્યમ દૈનિક સમાચાર

બળવંત રાણા, સિદ્ધપુર

 

 

 

 

 

 

 

 

 

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!