GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં IPL મેચ પર સટ્ટો રમતા ઇસમ ઝડપાયો

MORBI:મોરબીમાં IPL મેચ પર સટ્ટો રમતા ઇસમ ઝડપાયો


મોરબીના અયોધ્યાપુરી મેઈન રોડ પરથી આઇપીએલની પંજાબ અને દિલ્હી વચ્ચે ચાલતી ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમતા એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે તો અન્ય એકની શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી એ ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન નાની વાવડી શીવવિલા સોસાયટીમા રહેતા વિનોદભાઈ ચકુભાઈ પટેલ (ઉ.વ.૪૨) એ અલ્ટ્રા ફાસ્ટ ક્રિકેટ લાઇન ઓનલાઇન એપ્લીકેશન મારફતે પંજાબ (PBKS) તથા દિલ્હી (DC) વચ્ચે ચાલતી આઈ.પી.એલ ની મેચ પર ક્રિકેટનો સટ્ટો રમતા ઝડપી પાડી તેની પાસેથી રોકડા રૂ.૧,૨૦૦/-તથા મોબાઇલ ફોન નંગ-૦૨ કિ.રૂ.૧૨,૦૦૦/- મળી કુલ રૂ.૧૩,૨૦૦/-ના મુદામાલ કબજે કરી તપાસ હાથ ધરવામાં આવતા જીસાનભાઈ ચાનીયા રહે. મોરબીવાળાનું નામ ખુલતા વધુ તપાસ હાથ ધરી છે

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!