DAHOD

દાહોદ જિલ્લમાં ભગવાન શ્રીજગન્નાથજીની સોળમી ભવ્ય રથ યાત્રા રણછોડરયજીના મંદિરેથી ધામ ધૂમ થી નીકળી હતી

તા.૨૦.૦૬.૨૦૨૩

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

દાહોદ જિલ્લમાં ભગવાન શ્રીજગન્નાથજીની સોળમી ભવ્ય રથ યાત્રા રણછોડરયજીના મંદિરેથી ધામ ધૂમ થી નીકળી હતી

દાહોદ શહેર ના હનુમાન બજાર ખાતે આવેલ શ્રી રણછોડરાયજીના મંદિરેથી ભગવાન શ્રી જગન્નાથજી ની સોળમી રથ યાત્રા માટે વહેલી સવારે દાહોદ જિલ્લાના સંસદ અને કેન્દ્રીય મંત્રી જસવંત સિંહ ભાભોર , જિલ્લા પ્રમુખ શંકરભાઇ આમલિયાર, રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડ, , ધારસભ્ય કનૈયાલાલ કિશોરી , જિલ્લા પોલીસ વડા બલરામ મીણા, SDM એન.બી રાજપૂત, સુધીર લાલપુરવાલા તેમજ અન્ય નેતાઓ રણછોડરાયજી ના મંદિરે ઉપસ્થિત રહ્યા હતા.

 પેહલા શ્રી ભગવાન જગન્નથજી ની આરતી આ તમામ મહાનુભાવોએ કરી , પહિંદ વિધિ કરી હતી અને ભગવાન શ્રીની રથ યાત્રા ને આગળ વધારવા માટે બુહારી કરી અને પછી દોરડા વડે ભગવાનના રથ ને આગળ તરફ વધાર્યું અને યાત્રા ની શરૂઆત થઇ. અને ત્યાંથી નીકળી અને રથ યાત્રા દાહોદ ના પાડવા થઇ સરદાર ચોક થી નેતાજી બજાર થઇ અને દોલતગંજ બજાર માં થઇ અને સોનીવાડ મામાના ઘરે વિશ્રામ માટે રોકાઈ હતી. અને પરત ત્યાંથી બપોરે નીકળી અને દાહોદ ના ગોવિંદનગર વિસ્તારમાંથી થી તળાવ થઇ માણેકચોક વાળા રસ્તે પરત રણછોડ રાયજીના મંદિરે સાંજે 7 કલ્લાકે પહોંચશે. રથ યાત્રામાટે દાહોદ જિલ્લા પોલીસે ચાંપતો બંદોબસ્ત રાખ્યો છે અને કોઈ પણ અનીચ્નીય બનાવ ના બને તેને પુરે પુરી તકેદારી રાખી છે.આ રથ યાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!