KALOL(Panchamahal)PANCHMAHAL

ભાદરોલી બુઝર્ગ ખાતેની જમીન પચાવી પાડનારા બે ઈસમો સામે કાલોલ ખાતે લેન્ડ ગ્રેબિંગ ની ફરીયાદ

તારીખ ૨ ફેબ્રુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ

કાલોલ તાલુકાના બાકરોલ ગામે રહેતા રંજનબેન રોહિતભાઇ પંડયા દ્વારા કાલોલ પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ ની વિગતો મુજબ તેઓના સસરા જીતેન્દ્રભાઈ પરશોતમભાઈ પંડયા અને નરેન્દ્રભાઇ પરષોત્તમભાઈ પંડ્યા તથા ભાનુપ્રસાદ પરષોત્તમ પંડ્યા તેમજ જગદીશભાઈ પરષોત્તમ પંડયા ની સયુંકત માલિકીની વડીલોપાર્જિત જમીન કાલોલ તાલુકાના ભાદરોલી બુઝર્ગ ગામમાં સર્વે નંબર ૯૪૨ ખાતા નંબર ૧૬૫ વાળી કે જે જમીન પાર ની મુવાડી તરીકે ઓળખાય છે જે જમીનમાં ભાનુપ્રસાદ અને જીતેન્દ્રભાઇ ગુજરી જતા તેઓના વારસદારો નાં નામો વારસાઈ હકકે દાખલ કરવામાં આવ્યા હતા ફરિયાદી નાં પતી રોહિતભાઇ પણ ગુજરી ગયા હોવાથી ફરિયાદી અને તેઓની નણંદ સરોજબેન અને ફરિયાદી નાં ત્રણ પુત્રો નાં નામો તા ૦૧/૦૧/૨૦૨૨ નાં રોજ દાખલ થયેલ છે. પણ આ જમીન તેઓ ખેડતા ન હોવાથી પડતર રહેલી હતી અને જમીન ની તપાસ કરતા આ જમીન ભાદરોલી બુઝર્ગ નાં અરવિંદભાઈ જામસિંહ પરમાર તથા દલપતભાઈ ગણપતસિંહ પરમાર રે પાર ની મુવાડી બન્ને ખેડતા હોવાથી કબજો આપતા નહોતા જેમ ફાવે તેમ ગાળો બોલી મારી નાખવાની ધમકી આપતા હતા અને અવારનવાર વાતચીત કરવા છતાં કબજો આપતા ન હોવાથી જમીનનો કબજો લેવા માટે કલેકટર કચેરીએ ગત તા ૨૯/૦૭/૨૨ ના રોજ ઓન લાઈન અરજી ફરિયાદી દ્વારા કરવામાં આવી હતી જે અરજી ઉપર તા ૨૩/૦૧/૨૩ નાં રોજ ગોધરા કલેકટર કચેરીએ દ્વારા લેન્ડ ગ્રેબીંગ નિયમ મુજબ ફરિયાદ કરવા નો હુકમ કરાતા આ હુકમ ની નકલ અને જમીન નાં જરૂરી દસ્તાવેજો સાથે ફરિયાદી રંજનબેન રોહિતભાઇ પંડયા દ્વારા કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ જમીન પચાવી પાડવાનાં અધિનિયમ હેઠળ અને ગાળો બોલી મારી નાખવાની ધમકી આપવા બદલ ગુનો દાખલ કરી પોલીસે બન્ને આરોપીઓને કોવિડ ટેસ્ટ કરાવવા માટે હસ્તગત કરી વધુ તપાસ નાયબ પોલીસ અધિક્ષક હાલોલ ને સોપવામાં આવી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!