JETPURRAJKOT

રાજકોટ શહેરની સરકારી – અર્ધ સરકારી કચેરીઓમાં બિનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ

તા.૧.મે

વાત્સલ્યમ્ સમાચાર

રાજકોટ શહેરની વિવિધ સરકારી કચેરીઓમાં કામ માટે આવતા નાગરિકો સિવાયની અન્ય અનધિકૃત વ્યક્તિઓના કચેરીપ્રવેશ પર શહેર પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવે પ્રતિબંધ ફરમાવ્યો છે.

રાજકોટની પોલીસ કમિશનર કચેરી, જિલ્લા કલેક્ટર, જિલ્લા ન્યાયાલય, જિલ્લા પંચાયત, બહુમાળી બિલ્ડિંગમાં આવેલી તમામ કચેરીઓ, નાયબ પોલીસ મહાઅધિક્ષકની કચેરી, પોલીસ અધિક્ષક-રાજકોટ ગ્રામ્ય, સિવિલ હોસ્પિટલ, રાજકોટ મહાનગર પાલિકાની વિવિધ કચેરીઓ, ઝોન-ઓફિસો, આર.ટી.ઓ., પ્રાંત અધિકારી, શહેર તથા તાલુકા મામલતદાર ઉપરાંત વિવિધ સરકારી કચેરીઓમાં કામ માટે આવતી જાહેર જનતા સિવાયના અનધિકૃત ઇસમો કે ઇસમોની ટોળી, તેમજ આ કચેરીમાં આવતી જાહેરજનતા-અરજદારોને ગેરમાર્ગે દોરી કામ કરાવવા જેવી પ્રવૃત્તિઓ કરી રહેલા ઈસમોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમો ૩૦ જૂન ૨૦૨૩ સુધી અમલમાં રહેશે. જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!