BANASKANTHAGUJARATPALANPUR

યોગાંજલિ વિદ્યાવિહાર ખાતે વાંચન સપ્તાહ અંતર્ગત ગાંધીજીની આત્મકથા “સત્યના પ્રયોગો” પુસ્તક વાંચનની દ્વિદિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું

31 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

યોગાંજલિ કેળવણી મંડળ સંચાલિત યોગાંજલિ વિદ્યાવિહારના પ્રાર્થના હોલ ખાતે તા. 26 ઓક્ટોબર અને 27 ઓક્ટોબર 23 ના રોજ મહેસાણાના નિવૃત્ત શિક્ષક શ્રીરમેશભાઈ વૈષ્ણવ દ્વારા ધોરણ 9 થી 12 ના 375 વિદ્યાર્થીઓને ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોનું સંક્ષિપ્ત વર્ઝન પુસ્તકનો વાંચન કરાવવામાં આવ્યું.આ અંતઞૅત શાળાના તમામ વિદ્યાર્થીઓને ઞાધીજી ની આત્મકથા નું સંક્ષિપ્ત આવરણ આપીને પ્રથમ દિવસે પાંચ પ્રકરણનું વાંચન કરાવવામાં આવ્યું. રમેશભાઈ વૈષ્ણવ દ્વારા દરેક પ્રકરણની સમજ આપી ઞાધીજી નું જીવન દર્શન અને આજના સમયમાં તેમના વિચારો નું મહત્વ સમજાવેલ. અને બીજા દિવસે બીજા પાંચ પ્રકરણ વાંચવા આપવામાં આવેલ જેની સમજૂતી શાળાના શિક્ષિકા શ્રીમતી પી.આઇ.દેસાઈ દ્વારા આપવામાં આવેલ. વાંચન કયૉ બાદ વિદ્યાર્થીઓને તેમાંથી જે વાંચન કર્યું હોય તેનાં વિશે દરેક પ્રકરણ મુજબ અભિપ્રાય આપવા ઉભા કરવામાં આવેલ.ત્યારબાદ લેખિત પરીક્ષા લેવામાં આવી હતી.બે દિવસનાં વાંચનનાં અંતે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર 20 વિદ્યાર્થીઓને રમેશભાઈ વૈષ્ણવ દ્વારા સંક્ષિપ્ત આત્મકથા ભેંટ રુપે આપવામાં આવી હતી.શાળા માં તા.25 ઓક્ટોબર થી 30 ઓક્ટોબર 2023 સુધી વિદ્યાર્થીઓમાં વાંચન કૌશલ્ય અને તેના દ્વારા તેમની સમજ,દ્ર્ઢીકરણ અને મૂલ્યનિષ્ઠતા માં વધારો થાય તે હેતુથી વાંચન સપ્તાહ નું આયોજન કરવામાં આવેલ છે અને તેના ભાઞરૂપે બે દિવસ મહાત્મા ગાંધી નાં વિચારો અને અનુભવોની માહિતી માટે ઉપર મુજબની પ્રવૃત્તિ કરવામાં આવેલ.જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!