NATIONAL

સંસદ પર કલર સ્પ્રેથી હુમલો કરનારા ચારેય આરોપીઓ પર લાગ્યો આતંકવાદનો આરોપ

સંસદ પર કલર સ્પ્રેથી હુમલો કરનારા ચારેય આરોપીઓને સાત દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. પોલીસે 15 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. પટિયાલા હાઉસ કોર્ટ તરફથી સાત દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. સાથે જ કહેવામાં આવ્યું કે રિમાન્ડની જરૂરત પડવા પર આગળ વધારવામાં આવી શકે છે.

ફરિયાદ પક્ષે ધરપકડ કરાયેલા ચાર લોકો પર આતંકવાદનો આરોપ લગાવ્યો છે. કહેવાય છે કે ચારેયએ ડર ઉભો કરવાનો પ્રયાસ કર્યો હતો.

તમને જણાવી દઈએ કે અત્યાર સુધી લલિત ઝા જે મુખ્ય કાવતરાખોર હોવાનું કહેવાય છે તે પોલીસની પકડમાંથી દૂર છે. પોલીસે ચારેય આરોપીઓના ફોન પણ રિકવર કરવાના છે. લોકસભાની અંદર અને સંસદની બહાર ફેંકવામાં આવેલા સ્પ્રે ક્યાંથી ખરીદવામાં આવ્યા હતા તે અંગેની માહિતી પોલીસને હજુ એકત્ર કરવાની બાકી છે.

બુધવારે સંસદ પર 2001માં થયેલા હુમલાની વરસી હતી. આ દિવસે બે લોકો જે લોકસભાની પ્રેક્ષક ગેલેરીમાં બેઠા હતા, તે લોકસભા ચેમ્બરમાં કૂદી પડ્યા હતા, તેમણે ત્યાથી સ્પ્રે દ્વારા ધુમાડો કર્યો હતો. બાદમાં આ બન્નેને સાંસદોએ પકડ્યા હતા પરંતુ તેમણે લોકસભા ચેમ્બરમાં સાંસદો પાસે આવતા ડરનો માહોલ જોવા મળ્યો હતો. સાંસદ સમજી નહતા શક્યા કે આ શું થયું. બધાને ડર હતો કે આ લોકો પાસે કોઇ બોમ્બ, કોઇ રીતનો ખતરનાક પદાર્થ તો નથીને.

ઘટના પછી પોલીસ એક્શનમાં આવી હતી. બુધવાર સાંજ સુધી પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી જેમાં લોકસભામાં ઘુસનારા બે, સંસદની બહાર સ્મોક એટેક કરનારા બે અને એક અન્ય વ્યક્તિ સામેલ હતો.

લોકસભામાં ઘુસનારા બન્ને લોકોની ઓળખ સાગર શર્મા અને મનોરંજનના રૂપમાં થઇ છે. સાગરે ભાજપના મૈસૂરના લોકસભા સાંસદ પ્રતાપ સિમ્હાના પાસ પર લોકસભામાં એન્ટ્રી કરી હતી. સંસદની બહાર પકડાયેલા લોકોની ઓળખ નીલમ દેવી અને અમોલ શિંદેના રૂપમાં થઇ છે. પાંચમા આરોપીનું નામ વિશાલ છે જેને પકડવામાં આવ્યો છે. ચારેય આરોપી ગુરૂગ્રામાં તેના ઘરે જ રોકાયા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!