BHARUCHJAMBUSARUncategorized

શિવરાત્રી મહોત્સવ ની કંબોઈ ખાતે તડામાર તૈયારીઓ શરૂ

શિવરાત્રી મહોત્સવ ની કંબોઈ ખાતે તડામાર તૈયારીઓ શરૂ 

  જંબુસર તાલુકાનું કાવી કંબોઈ જ્યાં સ્તંભેશ્વર મહાદેવ બિરાજમાન છે. જે દક્ષિણ ગુજરાતના મીની સોમનાથ તરીકે ખ્યાતિ પામ્યું છે. જે નવ નદીઓના પવિત્ર સંગમ સ્થળે આવેલ છે. જ્યાં ભગવાન કાર્તિકે સ્વામીએ તાડકાસુર નો વધ કર્યો હતો,જેનો ઇતિહાસ સ્કંદપુરાણમાં કુમારીકા ખંડમાં વિસ્તારપૂર્વક કરવામાં આવેલ છે.સ્તંભેશ્વર મહાદેવના દર્શન, પૂજન માત્રથી અનેક ઘણુ ફળ મળે છે. કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ ખાતે શિવરાત્રી અને અમાસના દિવસે દર્શન પૂજનનો અનેરો મહિમા છે.સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવરાત્રીના દિવસે ભવ્ય મેળો ભરાય છે ચાલુ સાલે પણ તારીખ 2/ 3/ 2024 થી 8 /3/ 2024 સુધી ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહરુદ્રી યજ્ઞ, વિવિધ દ્રવ્યોથી શિવલિંગને અભિષેક કરાશે જેનો લાભ લેવા ભારતભરમાંથી શિવ ભક્તો ઉમટી પડવાના છે. તો દરેક ભાવિક ભક્તોએ દર્શનનો લાભ લેવા કંબોઈ અધિષ્ઠાતા વિદ્યાનંદજી મહારાજ દ્વારા પધારવા જણાવ્યું છે.

રિપોર્ટ વિજયસિંહ જીતસિંહ ચૌહાણ

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!