GUJARATJETPURRAJKOT

Rajkot: મોટરકાર પ્રકારના GJ 03 NG સિરીઝના ગોલ્ડન, સિલ્વર નંબરો માટે ઓકશન યોજાશે

તા.૧૩/૧૦/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: મોટરસાઇકલ પ્રકારના ટ્રાન્સપોર્ટ વાહનો માટે Gj 03 NG સિરીઝના ગોલ્ડન-સિલ્વર નંબરો તથા અગાઉની સીરિઝના બાકી રહેતા ગોલ્ડન, સિલ્વર નંબરો માટે ૨૫/૧૦/૨૦૨૩થી ઓક્શન શરૂ કરવામાં આવશે, જેમાં ભાગ લેવા ઇચ્છતા વાહન માલિકોએ parivahan.gov.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

ગોલ્ડન, સિલ્વર નંબરો મેળવવા માટે તા.૨૫/૧૦/૨૦૨૩ સાંજે ૪ થી તા.૦૧/૧૧/૨૦૨૩ સાંજે ૪ વાગ્યા સુધી ઓનલાઇન એપ્લિકેશન કરવાની રહેશે. તા.૦૧/૧૧/૨૦૨૩ સાંજે ૪ થી તા.૦૩/૧૧/૨૦૨૩ના સાંજે ૪ વાગ્યા સુધી ઓનલાઇન બિડીગમાં ભાગ લેવાનો રહેશે. બિડિંગ પ્રક્રિયા પૂર્ણ થયે તા.૦૩/૧૧/૨૦૨૩ના રોજ પરિણામ ઓનલાઇન જાહેર થશે.

ઓનલાઇન ઑક્શનમાં ભાગ લેનાર અરજદારે પરિવહન વેબસાઇટ પર નોંધણી,યુઝર આઇડી, પાસવર્ડ તૈયાર કરવા હરાજીની પ્રક્રિયામાં ભાગ લઇ ચુકવણું કરવાનું રહશે અને વાહન નંબર મેળવી હરાજીની પ્રક્રિયા પુર્ણ બાદ નિયત સમયમાં નાણાં જમા કરાવવાના રહેશે. ઓકશનમાં ભાગ લેવા માટે વાહન વેચાણ તારીખથી સાત દિવસ સુધીમાં CNA ફોર્મ ઓનલાઇન ભરેલ હોવું જરૂરી છે, તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!