NATIONAL

સીએ ફાઈનલનું સમગ્ર દેશનું 9.42 ટકા પરિણામ જાહેર

આઈસીએઆઈ દ્વારા ગત નવેમ્બરમાં લેવાયેલી સીએ ફાઈનલ અને ઈન્ટરમીડિએટની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરી દેવાયુ છે. જેમાં સીએ ફાઈનલનું સમગ્ર દેશનું 9.42 ટકા પરિણામ રહ્યુ છે. જ્યારે ઈન્ટરમીડિએટનું 9.73 ટકા પરિણામ રહ્યુ છે. ફાઈનલમાં અમદાવાદના 8 વિદ્યાર્થી દેશના ટોપ 50 ઓલ ઈન્ડિયા રેન્કમા સ્થાન મેળવ્યું છે. જ્યારે ઈન્ટરમીડિએટમાં એક વિદ્યાર્થી દેશમાં બીજા ક્રમે આવ્યો છે.

ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા દ્વારા મે અને નવેમ્બર એમ વર્ષમાં બે વાર સીએ ફાઈનલ અને ઈન્ટરમીડિએટની પરીક્ષા લેવામા આવે છે. ગત નવેમ્બર-2023ની સીએ ફાઈનલની પરીક્ષામાં સમગ્ર દેશમાંથી ગ્રુપ-1માં 65,294 વિદ્યાર્થીમાંથી 6176 પાસ થતા ગ્રુપ-1નું 9.46 ટકા અને ગ્રુપ-2માં 62,679 વિદ્યાર્થીમાંથી 13,540 પાસ થતા ગ્રુપ-2નું 21.60 ટકા તથા બંને ગ્રુપમાં 32,907 માંથી 3099 પાસ થતા ફાઈનલનું એકંદરે કુલ 9.42 ટકા પરિણામ રહ્યું છે.

ગત મે-2023 નું 9.83 ટકા અને નવેમ્બર-2022 નું 15.39 ટકા રિઝલ્ટ રહ્યુ હતું. ફાઈનલમાં જયપુરનો વિદ્યાર્થી દેશમાં પ્રથમ, મુંબઈનો વિદ્યાર્થી દેશમાં બીજા ક્રમે અને જયપુરનો વિદ્યાર્થી દેશમાં ત્રીજા ક્રમે રહ્યો છે. સીએ ઈન્ટરમીડિએટની નવેમ્બર 2023 ની પરીક્ષામાં સમગ્ર દેશમાં ગ્રુપ-1 માં 1,17,304 વિદ્યાર્થીમાંથી 19,686 પાસ થતા ગ્રુપ-1 નું 16.78 ટકા, ગ્રુપ-2 માં 93,638 વિદ્યાર્થીમાંથી 17,957 પાસ થતા 19.18 ટકા અને બંને ગ્રુપમાં 53,459 વિદ્યાર્થીમાંથી 5204 પાસ થતા ઈન્ટરમીડિએટનું પરિણામ એકંદરે 9.73 ટકા રહ્યુ છે. ગત મે-2023 ની પરીક્ષામાં બંને ગ્રુપનું 10.24 ટકા અને નવેમ્બર-2022 માં 12.72 ટકા રિઝલ્ટ હતું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!