GUJARAT

આણંદ જિલ્લાના ૬ થી ૧૪ વર્ષના બાળકો માટે* *જિલ્લાકક્ષાની બાળ નાટ્ય અને બાળ નૃત્ય નાટિકા સ્પર્ધા યોજાશે

*આણંદ જિલ્લાના ૬ થી ૧૪ વર્ષના બાળકો માટે*

*જિલ્લાકક્ષાની બાળ નાટ્ય અને બાળ નૃત્ય નાટિકા સ્પર્ધા યોજાશે*

 

તાહિર મેમણ – આણંદ 18/12/2023-સોમવાર : રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર હેઠળની કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા દર વર્ષે જિલ્લા અને રાજ્યકક્ષાએ બાળ નાટ્ય અને નૃત્ય નાટિકા સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત આણંદ જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી દ્વારા જિલ્લાકક્ષા બાળ નાટ્ય અને બાળ નૃત્ય નાટિકા સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે.

 

આ સ્પર્ધામાં જિલ્લાના ૬ થી ૧૪ વર્ષના બાળકો ભાગ લઈ શકશે. એક કૃતિમાં ઓછામાં ઓછા ૧૨ અને વધુમાં વધુ ૧૬ સ્પર્ધકો ઉપરોક્ત કૃતિમાં ભાગ લઇ શકશે. આ સ્પર્ધા માટેનું નિયત નમૂનાનું ફોર્મ તા.૨૭/૧૨/૨૦૨૩ના બપોરના ૧૨ કલાક સુધીમાં કચેરીના કામકાજના દિવસો અને કચેરી સમય દરમિયાન જમા કરાવવાનું રહેશે. તા.૨૭/૧૨/૨૦૨૩ પછી આવનાર ફોર્મ કે અધૂરી વિગત વાળા ફોર્મ સ્વીકાર્ય રહેશે નહિ તેમજ નિયત ફોર્મ બોરસદ ચોકડી પાસે જુના સેવા સદનના ત્રીજા માળે, રૂમ નં. ૩૦૭ માં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, આણંદ ખાતે જમા કરવવાનાં રહેશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી, આણંદની એક યાદીમાં જણાવાયું છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!