MORBIMORBI CITY / TALUKO

MORBI મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટએ એચ.ડી.એફ.સી. થી એવન્યુ પાર્ક સોસાયટી સુધી વાહનોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું

MORBI મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટએ એચ.ડી.એફ.સી. થી એવન્યુ પાર્ક સોસાયટી સુધી વાહનોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું

 

રોડના નવીનીકરણની કામગીરી ચાલુ હોવાથી વાહનોના અવર-જવર વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવાનો રહેશે

રોડ નવીનીકરણ અન્વયે મોરબી નગરપાલિકા દ્વારા હાલ ટાઈટન બિલ્ડીંગથી એવન્યુ પાર્ક સોસાયટીના ગેટ સુધીના રોડ બનાવવાની કામગીરી હાલ કરવામાં આવી રહી છે. રવાપર રોડ પર જતા વાહનોનું ડાયવર્ઝન આપી કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી વાહન વ્યવહારને અન્ય રોડ પર ડાયવર્ઝન આપવા અંગે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

ટ્રાફિક સમસ્યા નિવારવાના હેતુથી (૧) એચ.ડી.એફ.સી. (સ્વામી વિવેકાનંદ ચોક) થી ટાઇટન બિલ્ડીંગ અને ટાઈટન બિલ્ડીંગ થી એવન્યુ પાર્ક સોસાયટીના ગેટ સુધી (નાલુ બાદ કરતા) ના રોડ પર કામગીરી શરૂ હોવાથી વાહનોની અવર જવર પ્રતિબંધ મુકવા જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ અન્વયગરપાલિકા વિસ્તારમાં વાહનોની આવન જાવન પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

આ રોડ પરના વાહનોના પ્રવેશ પ્રતિબંધના કારણે વૈકલ્પિક રસ્તા તરીકે રવાપર રોડની બંને સાઈડ પેટા શેરીઓ, કાલિકા પ્લોટ મેઇન રોડ તથા શક્તિ પ્લોટ મેઇન રોડ, નીલકંઠ સ્કુલની આસપાસની શેરી વાળા રોડ અને અન્ય રોડનો ડાયવર્ઝન તરીકે ઉપયોગ કરી શકાશે. આ હુકમનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ – ૧૩૧ અન્વયે સજાને પાત્ર થશે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!