KALOL(Panchamahal)PANCHMAHAL

આમ આદમી પાર્ટી ના ગુજરાત પ્રદેશ યુવા અધ્યક્ષ ની ઉપસ્થિતિ માં ગોધરા ખાતે બેઠક યોજાઇ

તારીખ ૦૮/૦૭/૨૦૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં સંગઠનને મજબુત બનાવવા વિવિધ વિન્ગ ની રચના કરવામાં આવી છે જેમાં યુવા વિન્ગ માં પ્રદેશ અધ્યક્ષ તરીકે બ્રિજરાજસિહ સોલંકી ની નિયુક્તિ કરવામાં આવી છે. તેઓ દ્વારા ગુજરાતમાં યુવા સંગઠન મજબુત કરવા ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે ત્યારે સૌ પ્રથમ પંચમહાલ જિલ્લાથી શરુઆત કરવામાં આવી છે.આજ રોજ ગોધરા‌ માં બસ સ્ટેન્ડ પાસે શ્રી રામજી મંદિર હૉલ ખાતે જિલ્લાના યુવા કાર્યકરો સાથે બેઠક રાખવામાં આવી હતી. પ્રદેશ યુવા ટીમમાંથી અધ્યક્ષ સાથે ઉપાધ્યક્ષ,મહામંત્રી સહિત નવ જેટલા પ્રદેશ યુવા હોદ્દેદારો ગોધરા ખાતે આવ્યા હતા.સૌ પ્રથમ તેઓએ શ્રી રામજી મંદિરમાં ભગવાન શિવજીના દર્શન કર્યા હતા,તેઓએ શિવલિંગ પર જળાભિષેક કરી પ્રાર્થના કરી હતી અને ત્યાર બાદ બેઠક શરૂ કરવામાં આવી હતી.બેઠકની શરૂઆત પ્રાર્થના કરી કરવામાં આવી હતી.

જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆ, જિલ્લા યુવા પ્રમુખ આશિષ કામદાર,પંચમહાલ લોકસભા પ્રમુખ ભાણાભાઈ ડામોરે પ્રદેશ યુવા અધ્યક્ષ બ્રિજરાજસિહ સોલંકીનું ફુલગુચ્છ આપી સ્વાગત કર્યું હતું.જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆ તથા જિલ્લા યુવા પ્રમુખ આશિષ કામદારે પોતાનું વક્તવ્ય આપ્યું હતું.જિલ્લા પ્રમુખે પંચમહાલ જિલ્લામાં યુવા સંગઠન મજબુત બનાવવા માટે એક હજાર યુવાઓને પાર્ટીમાં જોડવા માટે સંકલ્પ કરવા નિર્દેશ કર્યો હતો. અને જણાવ્યું હતું કે,પ્રદેશ યુવા અધ્યક્ષ એ નેતા અને અભિનેતા પણ છે. તેઓનું વ્યક્તિત્વ યુવાઓને આકર્ષિત કરનારું છે તેઓનો અવાજ ખરેખર સિંહ ગર્જના સમાન છે, યુવાનો પર પ્રભાવ પાડે છે તેથી તેમના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતમાં યુવા સંગઠન ખુબ મજબુત બનશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

પ્રદેશ અધ્યક્ષ શ્રી બ્રિજરાજ સોલંકીએ પોતાનું ધારદાર વક્તવ્ય આપ્યું હતું યુવાઓમાં જોશ ભરનારા વક્તવ્યએ સૌ કાર્યકરોને ઉત્સાહિત કર્યા હતા. તેઓએ યુવાઓને લગતી કેટલીક પંક્તિઓ દ્વારા પોતાનું ભાષણ આપ્યું હતું. ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મજબુત બનાવવા સૌ કાર્યકરોને આવહાન કરવામાં આવ્યું હતું તેમને કાર્યક્રમ ના આયોજન બાબતે પંચમહાલ જિલ્લા સંગઠને ધન્યવાદ આપ્યો હતો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!