PANCHMAHALSHEHERA

શહેરા નગરપાલિકાના ટાઉનહોલ ખાતે શ્રી બસોબાર દરજી સમાજ ની સામાન્ય સભા અને સંમેલન કાર્યક્રમ યોજાયો

શહેરા નગરપાલિકાના ટાઉનહોલ ખાતે શ્રી બસોબાર દરજી સમાજ ની સામાન્ય સભા અને સંમેલન કાર્યક્રમ માણેકલાલ મોહનભાઈ દરજી અને ઉદ્ઘાટક અજયકુમાર ડાહયાભાઈ દરજી તેમજ સમાજના પ્રમુખ અરવિંદ કુમાર દરજી, શહેરા નવયુવક મંડળના પ્રમુખ દિલીપ દરજીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ સંમેલનમાં તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવવા સાથે સમાજમાં ચાલતા કુરિવાજો બંધ કરવાની ચર્ચા કરવામાં આવી હતી.

શહેરા નગર પાલિકાના ટાઉનહોલ ખાતે શ્રી બસોબાર દરજી સમાજ ની સામાન્ય સભા અને સંમેલન કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમના અધ્યક્ષ દરજી માણેકલાલ મોહનભાઈ,ઉદ્ઘાટક દરજી અજય કુમાર ડાહયાભાઈ ,દરજી અનિલકુમાર મગનલાલ તેમજ બસોબાર દરજી સમાજના પ્રમુખ અરવિંદ કુમાર દરજી, મંત્રી ધર્મેન્દ્રકુમાર દરજી, દરજી નરેશભાઈ અને શહેરા દરજી નવયુવક મંડળના પ્રમુખ દિલીપભાઈ દરજી, ગોપુ દરજી સહિત મહેશ ભાઈ દરજી , પુષ્પા બેન મનહરલાલ દરજી સહિત ઉપસ્થિત દરજી સમાજના અગ્રણીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી. બસોબાર દરજી સમાજ નાા સ્નેહમિલન કાર્યક્રમના અધ્યક્ષ સહિત ઉપસ્થિત મહાનુભવોનું દરજી સમાજ વિકાસ મંડળના સભ્યો તેમજ શહેરા નવયુવક મંડળના પ્રમુખ સહિત સભ્યો દ્વારા સાલ ઓઢાડીને ફૂલોનું બુકો આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અજયભાઈ દરજી, બસોબાર દરજી સમાજના પ્રમુખ અરવિંદ કુમાર દરજી ,દિલીપભાઈ દરજી,ઉમેશ દરજી સહિત સમાજના અગ્રણીઓએ સમાજમાં ચાલતા કુરિવાજો બંધ કરવા,છોકરા છોકરીઓ શિક્ષણમાં આગળ વધે અને વ્યસન મુક્તિ માટે ખાસ ભાર મૂકવા સાથે સમાજમાં કોઈપણ વ્યક્તિને અચાનક મુશ્કેલી આવી પડે ત્યારે સમાજ તરફથી દાન માટે ટહેલ નાખવામાં આવે તે સહિતની અનેક ચર્ચાઓ જ્ઞાતિબંધુઓની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સમાજના ધોરણ 1 થી 12 ના તેજસ્વી તારલાઓનું મહેન્દ્રભાઈ રતિલાલ દરજી, નટવરલાલ મગનલાલ દરજી, જીતેન્દ્રભાઈ દરજી, ભગાભાઈ દરજી, જીગ્નેશ કુમાર સુખા લાલ દરજી, ભરતભાઈ સોમાલાલ દરજી અને વિપુલભાઈ નટવરલાલ દરજી તેમજ અલ્પેશ ગોપાલભાઈ દરજી , પ્રતીક ગણપતભાઈ દરજી, સુમનલાલ દરજી , બાકોર ગામના ભાવેશ દરજી સહિત સ્ટેજ પરના મહાનુભાવોના હસ્તે ઇનામ આપીને સન્માન કરવામાં આવ્યુ હતુ.જ્યારે લુણાવાડા તાલુકાના સાલાવાડા ગામના અલ્કેશ ડાહયાભાઈ દરજી નિવૃત્ત સૈનિકનુ પણ સમાજના અગ્રણીઓ દ્વારા સાલ ઓઢાડીને ફૂલોનું બુકે આપીને સન્માન કરવામાં આવ્યુ હતુ.પાલિકાના ટાઉનહોલ ખાતે શ્રી બસોબાર દરજી સમાજ ની સામાન્ય સભા અને સંમેલન કાર્યક્રમ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મધ્ય ગુજરાત તેમજ અન્ય જિલ્લાઓમાં રહેતા દરજી સમાજના ભાઈઓ ,બહેનો સહિત વડીલો અને યુવાનો ઉપસ્થિત રહેતા આ કાર્યક્રમને સફળતા મળી હતી. રિપોર્ટર નિલેશકુમાર દરજી શહેરા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!