KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ શહેર ના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો.ભરઉનાળાએ પવનના સૂસવાટા સાથે વરસાદ વરસ્યો

તારીખ ૪ મે

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ 

હાલ ઉનાળો ચાલી રહ્યું છે.અને ઉનાળાની કાળજાળ ગરમી પડી રહી છે પરંતુ તે વચ્ચે કાલોલ શહેર સહિત અમુક તાલુકાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો છે. કાલોલ શહેરમાં સાંજના છ વાગ્યાના અરસામાં અચાનક પવન સાથે વરસાદ વરસ્યો હતો જેને કારણે ભર ઉનાળે ચોમાસું જામ્યું હોય તેવો માહોલ સર્જાયો છે ત્યારે કાલોલ શહેરમાં બપોર સુધી અસહ્ય તડકા અને ગરમી બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વાદળછાયા વાતાવરણ વચ્ચે કાલોલ શહેર સહિત અમુક તાલુકાના વિસ્તારમાં વરસાદી છાંટા પડ્ય હતા.ત્યારબાદ કાળા ડિબાંગ વાદળો અને પવનના સુસવાટા સાથે શહેરમાં વરસાદ વરસતા અસહ્ય ઉકળાટ અને બફારા વચ્ચે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!