GUJARATHALOLPANCHMAHAL

હાલોલ તાલુકાના આદેશ આશ્રમ પાવાગઢ ખાતે રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરાયું 

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૨૪.૧૧.૨૦૨૩

હાલોલ તાલુકામાં બાપુ બાલકનાથ આશ્રમ (આદેશ આશ્રમ) પાવાગઢ ખાતે રવિ કૃષિ મહોત્સવ-૨૩નું આયોજન કરાયું હતું. તાલુકા પંચાયત પ્રમુખ કનુભાઇ રાઠોડના અધ્યક્ષસ્થાને યોજાયેલ રવિ કૃષિ મહોત્સવ-૨૩માં જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યઓ,તાલુકાના અગ્રણી મહાનુભાવો તેમજ અધિકારીઓ/કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા.આ પ્રસંગે ઉપસ્થિત સૈકોઈએ મુખ્યમંત્રીના રાજ્યકક્ષાના કાર્યક્રમનું લાઈવ પ્રસારણને નિહાળ્યું હતું.ઉપસ્થિત મહાનુભાવોએ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ, નવી પેઢીના ખાતરો જેવાકે, નેનો યુરિયા/નેનો ડી.એ.પી., ડ્રોન ટેકનોલોજીનો, સુક્ષ્મ પિયત પધ્ધતી વગેરે જેવી બાબતે માર્ગદર્શન આપ્યું તથા ખેડૂતોને તેનો મહત્તમ ઉપયોગ કરવા માટે આહવાન કર્યું હતું. આ પ્રસગે કૃષિ વૈજ્ઞાનીકશ્રીઓએ પણ “શ્રી અન્ન” મિલેટસની વૈજ્ઞાનીક ખેતી પધ્ધતી તથા ખેતી પાકોમાં ખેતી ખર્ચના ઘટાડા અંગે માર્ગદર્શન પૂરું પાડયું હતું. આ પ્રસંગે સ્થાનિક પ્રગતિશીલ ખેડૂતો દ્વારા પ્રાકૃતિક કૃષિ,સોઇલ હેલ્થ કાર્ડ તથા FPOની કામગીરી અંગે પોતાના અનુભવો ખેડૂતો સમક્ષ વ્યકત કર્યા હતા.આ તકે કૃષિ પ્રદર્શનમાં વિવિધ ૧૫ જેટલા સ્ટોલ તથા સેવાસેતુના ૧૫ જેટલા સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા, જેનો ખેડૂતોએ બહોળા પ્રમાણમાં લાભ લીધો હતો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!