GUJARATJETPURRAJKOT

રાજકોટ શહેર પોલીસ દ્વારા આર. કે. યુનિવર્સિટી ખાતે ‘ટ્રાફિક અવેરનેસ સેમીનાર’ યોજાયો

તા.૨૨/૮/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

ટ્રાફિક નિયમો વિશે જાગૃતિ લાવવા માટે રાજકોટ શહેર પોલીસ દ્વારા આર. કે. યુનિવર્સિટી ખાતે ‘ટ્રાફિક અવેરનેસ સેમીનાર’ યોજાયો હતો.

રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ ડી.સી.પી. શ્રી પુજા યાદવ, અને એ.સી.પી. શ્રી એન. જી. વાઘેલાએ પી.પી.ટી.ના માધ્યમથી ‘ટ્રાફિક અવેરનેસ’ વિશે આર.કે.યુનિવર્સિટીના આશરે ૧૫૦ વિદ્યાર્થીઓને માર્ગ સલામતી અંગે જાગૃતિ આવે તે માટે તલસ્પર્શી સંવાદ કર્યો હતો. જેમાં ડ્રાઇવીંગ લાયસન્સનું મહત્વ, હેલ્મેટ-સીટબેલ્ટનો ફરજીયાત ઉપયોગ, વાહન ચલાવતી વખતે અન્ય વાહનથી સુરક્ષિત અંતર રાખવા સાથે વાહનની ગતિ મર્યાદાનું પાલન, રસ્તો ઓળંગતા રાહદારીઓને પ્રાથમિકતા તેમજ મોટર વ્હીકલ એક્ટના નિયમો વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

આ સેમિનારમાં આર.કે.યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરશ્રી અમિત લાઠીગરા, રજીસ્ટ્રારશ્રી સમીર અટારા, એચ.આર. હેડ શ્રી કેતકી રામાણી, પ્રોફેસરશ્રીઓ અને ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!