GUJARATJETPURRAJKOT

Rajkot: કલેકટરશ્રી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને એઈમ્સ પ્રોજેક્ટની સમીક્ષા બેઠક યોજાઈ

તા.૧૩/૧૦/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

વીજળી, પાણી, રોડ, રેલ કનેક્ટિવિટી, બસ સ્ટેન્ડ, પોલીસ સ્ટેશન, ફાયર સ્ટેશન સહિતની સુવિધાઓની કામગીરી અંગે કરાયેલી સમીક્ષા

Rajkot: પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના ડ્રિમ પ્રોજેક્ટ્સ પૈકી રાજકોટના પરાપીપળીયા નજીક નિર્માણ પામી રહેલી ગુજરાતની પ્રથમ એઈમ્સને જરૂરી માળખાગત સુવિધાઓ વીજળી, પાણી, રોડ, રેલ કનેક્ટિવિટી તેમજ અન્ય સંબંધિત જરૂરિયાતો અંગે કલેકટરશ્રી પ્રભવ જોશીએ સમીક્ષા કરી હતી.

કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે આયોજિત આ બેઠકમાં રોડ પર માર્ગદર્શક સાઈન બોર્ડ, એઇમ્સ સુધી પહોંચવા માટે સીટી તેમજ એસ.ટી. બસની વ્યવસ્થા, જામનગર રોડથી એઇમ્સ સુધીના એપ્રોચ રોડ તથા પેચવર્કની કામગીરી, રાજકોટ મોરબી રોડથી એઇમ્સ જવાના રોડ પર ચાલી રહેલ બ્રિજની કામગીરી, રેલવે ક્રોસિંગ પર બ્રિજ અંગે ટેન્ડર પ્રક્રિયા, ખંઢેરી રેલવે સ્ટેશનથી એઇમ્સ રેલ કનેક્ટિવિટી માટેનું વ્યવસ્થાપન, એઇમ્સ ખાતે ૬૬ કે.વી.નું સબ સ્ટેશન કે જેની કામગીરી પૂર્ણ થઈ ચુકી છે તે ઉપરાંત એઇમ્સ ખાતે બસ સ્ટેશન, ફાયર સ્ટેશન, પોલીસ સ્ટેશન વગેરે સુવિધાઓની જરૂરી કાર્યવાહીની હાલની સ્થિતિની સમીક્ષા કરી તમામ કામગીરી ઝડપથી આગળ વધારવા કલેકટરશ્રીએ સંબંધિત વિભાગોના અધિકારીઓને સૂચના આપી હતી.

આ તકે પ્રાંત અધિકારી (રૂરલ) શ્રી વિવેક ટાંક સહીત આર.એન્ડ.બી.,રૂડા, સિંચાઈ, પાણી પુરવઠા એસ.ટી. બસ વિભાગ તેમજ કોર્પોરેશન અને ફાયર સહિતના વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!