GONDALGUJARATRAJKOT

Gondal: આંગણવાડી કેન્દ્ર ચરખડી-4માં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત સુંદર આયોજન કરવામાં આવેલ હતું 

તા.૧૯/૧/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot, Gondal: આંગણવાડી કેન્દ્ર ચરખડી-4માં સુપરવાઇઝર તેમજ આંગણવાડી કાર્યકર અને તેડાગરના સંયુક્ત પ્રયાસથી વાલી મીટીંગ તથા ,ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત સુંદર આયોજન કરવામાં આવેલ હતું.

સુપરવાઇઝર બંસરીબેન સાવલીયાના માર્ગદર્શન હેઠળ ભગવાન શ્રી રામ અને ભક્ત શબરી તથા હનુમાનજીનુ આંગણવાડીમાં આગમન કરતા રામ આયેંગે દ્રશ્યની નાના બાળકો દ્વારા અદભુત પ્રસ્તુતિ કરી.

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના આઈ.સી.ડી.એસ. ઘટક-2 ના આંગણવાડી કેન્દ્ર ચરખડી-4 પર ઉત્તમ પ્રકારની શિક્ષણની પ્રવૃત્તિ થતી હોય તે અંતર્ગત વાલીઓને શિક્ષણ પ્રત્યે જાગૃત કરવા અને બાળકોનો સામાજિક ધાર્મિક વિકાસ કરવા આજે આંગણવાડી કેન્દ્ર ચરખડી -4ના કાર્યકર રિદ્ધિબેન મકવાણા તથા તેડાગર શોભનાબેન સરવૈયાના સંયુક્ત પ્રયાસ તેમજ સુપરવાઇઝર બંસરીબેન સાવલિયાના માર્ગદર્શન મુજબ ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત સુંદર આયોજન કરી આંગણવાડીમાં અપાતા પૂર્વ પ્રાથમિક શિક્ષણ અંગેની તમામ માહિતી વાલીઓ સમક્ષ રજૂ કરવામાં આવેલ હતી. તેમજ બાળકોને માસ દરમિયાનની થીમ આધારિત પ્રવૃત્તિ કરાવી બાળકના સર્વાંગી વિકાસમાં મદદરૂપ થતી કેન્દ્રમાં અપાતી સેવા વિશેનું માર્ગદર્શન બાળકોના વાલીઓ સમક્ષ રજૂ કરવામાં આવેલ હતું.

ભારતીય સંસ્કૃતિ અને પરંપરા પ્રમાણે આવનાર રાષ્ટ્રના તહેવારો અને દરેક પર્વની ઉજવણી કરી બાળકોમાં દેશ હિતનું રક્ષણ ધાર્મિક પરંપરાઓ અનુસાર બાળકોમાં ધાર્મિકતાનું શિક્ષણ લાવવા માટે આવનાર સમયમાં અયોધ્યામાં થનાર પ્રાણ પ્રતિષ્ઠાને અનુરૂપ ભગવાન શ્રીરામ અને ભક્ત શબરી તથા હનુમાનજીનુ આંગણવાડીમાં આગમન કરતા રામ આયેંગે દ્રશ્યની અદભુત પ્રસ્તુતિ કરી ઉજવણી કરવામાં આવેલ હતી. આ તકે બાળકોના વાલીઓની સહભાગીદારી અને સંપૂર્ણ સહકાર મળેલ હતો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!