KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ઇનોક્ષ કંપની પાસે ફોરવ્હીલ ગાડીને ટક્કર મારી ટ્રેક્ટર લઈ ભાગી છૂટેલા ચાલક વિરુદ્ધ પોલીસમાં ફરીયાદ.

તારીખ ૩ જૂન

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ નજીક બોરુ રોડ ઉપર આવેલી ઇનોક્ષ કંપની પાસે ટ્રેક્ટર ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે રીવર્સ માં હંકારી ટ્રેક્ટરની ટોલી દ્વારા ફોર વ્હીલર ગાડીને ટક્કર મારી ટ્રેક્ટર ચાલક ટ્રેક્ટર લઇ ભાગી છૂટતા કાલોલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ.

પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા તાલુકાના કોટડા ગામના વતની જયદીપસિંહ સંજયસિંહ બારીયા સવારના પોણા અગિયાર વાગ્યાના આસપાસ ગોધરાથી આઇ ૨૦ વુન્ડાઇ ફોરવ્હીલ નંબર.જીજે-૧૭-એન-૫૯૯૫ સાવલી તાલુકાના જુમખા ગામ તરફ મિત્રના પરિવારજનો લઈ બેસણામાં જવા નીકળ્યા હતા આ અરસામાં કાલોલ ઈનોક્ષ કંપની પાસે મહિન્દ્રા ટ્રેક્ટર જી.જે.-૧૭-સી.એ.-૫૪૫૨ ના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી પાછળના ભાગે રિવર્સ માં ટક્કર મારી ફોર વ્હીલર ગાડીના આગળના બંમ્ફર ના ભાગે અથડાવી દેતા ફોર વ્હીલર ગાડીના આગળના બોઇનેટ, બંમ્ફર,બન્ને હેડ લાઈટ તથા આગળ નો મેન કાચને નુકસાન કરવામાં આવ્યું હતું જે અંગે ટ્રેક્ટર લઇ ભાગી છુટેલા ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!