NATIONAL

જો આવી ભૂલ કરી તો 36 લાખ લોકોની જેમ તમારું પણ Whatsapp થઈ જશે બંધ

લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ whatsappએ છેલ્લા એક મહિનાની અંદર 36 લાખથી વધારે ભારતીયોના એકાઉન્ટ બેન કરી દીધા છે. ચેતી જજો ક્યાંક આગલો નંબર તમારો ન હોય..

Whatsappની ગાઇડલાઈનના ઉલ્લંઘનના લીધે થશે એકાઉન્ટ બેન
Whatsappનો ઉપયોગ દુનિયાભરના કરોડો યુઝર્સ ચેટીંગ અને મેસેન્જીંગ માટે કરે છે પણ Whatsaapની પોલિસી અને કમ્યુનિટી ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરનારનું એકાઉન્ટ બેન કરી દેવામાં આવે છે. Whatsaapએ એક મહિનાની અંદર 36 લાખથી વધારે ભારતીયોના એકાઉન્ટ બેન કર્યા છે. ભારતીય એકાઉન્ટની ઓળખ કન્ટ્રી કોડ (+91)દ્વારા થાય છે.
રિપોર્ટમાં સામે આવ્યા આંકડા:
એક રીપોર્ટ મુજબ, કંપનીએ ભારતમાં કુલ 36,77,000 એકાઉન્ટ બંધ  કર્યા છે. આ એકાઉન્ટમાં 13,89,000 એકાઉન્ટને યુઝર્સ તરફથી રીપોર્ટ પહેલા જ બ્લોક કરી દેવામાં આવ્યા હતા.
કંપનીને યુઝર્સે કરી ફરિયાદ:
ડિસેમ્બર મહિનામાં કંપનીને 1607 ફરિયાદો મળી હતી. કંપનીએ જણાવ્યું છે કે તપાસ બાદ આ ફરિયાદોમાંથી 166 ફરિયાદો પર કાર્યવાહી કરવામાં આવી છે. IT રૂલ્સ 2022 પ્રમાણે, 50 લાખથી વધારે યુઝર્સ ધરાવતા પ્લેટફોર્મે મંથલી કન્પ્લાયંસ રીપોર્ટ પબ્લિશ કરવાનો રહેશે. આ રીપોર્ટમાં ફરિયાદોના ઉકેલ વિશે જણાવવામાં આવશે.
આ ભૂલથી થઈ શકે છે એકાઉન્ટ બેન:
Whatsaap એકાઉન્ટ બેન થવાનુ સૌથી મોટું કારણ સ્પેમ મેસેન્જીંગ છે. તે સિવાય કોઈ પણ પ્રકારના ધાર્મિક, હિંસા ભડકાવનાર મેસેજ કે અફવાને આ  પ્લેટફોર્મ પર શેર કરવાથી પણ એકાઉન્ટ બેન થઈ શકે છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!