હાલોલ- રામેશરા વિસ્તારના ચાર જવાનો ભારતીય સેનામાં તાલીમ પુરી કરી માદરે વતન આવતા તેઓનું ગ્રામજનો દ્વારા ભવ્ય સત્કાર સમારંભ યોજાયો
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૯.૬.૨૦૨૪
હાલોલ તાલુકાના રામેશરા વિસ્તારના ચાર યુવકો ભારતીય સેનામાં અગ્નિવીરની સખત ટ્રેનિંગ પૂરી કરી માદરે વતન આવતા તેઓનો ગ્રામજનો દ્વારા ભવ્ય સત્કાર સમારંભ કરવામાં આવ્યો હતો.હાલોલ તાલુકાના રામેશરા ગામનો યુવક વસાવા રાજેશકુમાર ભૂપતસિંહ અગ્નિવીરની તાલીમ લઈ માદરે વતન રામેશરા ખાતે રવિવારના રોજ આવી પહોંચતા ગામના પ્રવેશદ્વાર થી ડીજે ના તાલે રાષ્ટ્રભક્તિ થી તરબોળ થઈ ગ્રામજનોએ તેનું ભવ્ય સ્વાગત કર્યું હતું. તેમજ તેની એક ભવ્ય શોભાયાત્રા રાષ્ટ્રભક્તિના માહોલ સાથે ગામમાં નીકળી હતી આ શોભાયાત્રામાં તેના પરિવારજનો મિત્રો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા શોભાયાત્રામાં ફટાકડાની આતશ બાજી પણ કરવામાં આવી હતી.જ્યારે ગ્રામજનો દ્વારા અગ્નિવરનું ફૂલહાર થી સ્વાગત કરવામાં આવ્યું હતું. આજ રીતે આ જ વિસ્તારના વાવ ગામના સોલંકી ગૌતમ કુમાર તેમજ સોલંકી જૈમીન કુમાર તેમજ તાડીયા ગામના પરમાર હાર્દિકભાઈ આ રીતે અગ્નિવીર તાલીમ પૂર્ણ કરી માદરે વતન આવતા તેઓનો પણ ભવ્ય સત્કાર સમારંભ તેમજ ભવ્ય શોભાયાત્રા તેઓના ગામ ખાતે નીકળી હોવાનું જાણવા મળે છે.આમ આજે એવું ચોક્કસપણે કહી શકાય કે દેશ પ્રેમ પ્રત્યે ગ્રામ્ય વિસ્તારના યુવકોમાં પણ એક પ્રકારનું આકર્ષણ દિવસ ને દિવસે વધી રહેલું જોવા મળી રહ્યું છે.