GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKO

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના દ્વારા વિકસિત ભારત અને નેશનલ યુથ ડે અંતર્ગત નિબંધ તથા વકતૃત્વ સ્પર્ધા યોજાઈ   

આંતર વિભાગીય સ્પર્ધાઓમાં ‘યુવાનો અને રાષ્ટ્રભાવના’ તથા ‘મારા સપનાનું ૨૦૪૭ નું વિકસિત ભારત’ વિષયો અપાયા : નિબંધ સ્પર્ધામાં વાણવી કોમલ તથા વકતૃત્વ સ્પર્ધામાં પરમાર ખ્યાતીબા પ્રથમ ક્રમે વિજેતા થયા
વત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર ભવન દ્વારા યુનિવર્સિટીના કુલપતિ પ્રો.(ડૉ.) ચેતનભાઈ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ વિકસિત ભારત તથા નેશનલ યુથ ડે (સ્વામીવિવેકાનંદના જન્મ દિવસ નિમિતે) અંતર્ગત ઇન્ટર ડીપાર્ટમેન્ટલ કોમ્પિટિશનરૂપે નિબંધ તથા વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ‘યુવાનો અને રાષ્ટ્રભાવના’ વિષય ઉપરની નિબંધ સ્પર્ધામાં પ્રથમ ક્રમે વાણવી કોમલ, દ્વિતીય ક્રમે રાઠોડ ભક્તિ તથા તૃતીય ક્રમે સરવૈયા અમી વિજેતા બન્યા હતા. ઉપરાંત ‘મારા સપનાનું ૨૦૪૭ નું વિકસિત ભારત’ વિષય ઉપરની વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ ક્રમે પરમાર ખ્યાતીબા, દ્વિતીય ક્રમે કુબાવત કૃપા તથા તૃતીય ક્રમે જાટીયા મયુર વિજેતા બન્યા હતા. યુનિવર્સિટીના દરેક ભવનમાંથી વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
સ્પર્ધાની શરૂઆતમાં સમાજશાસ્ત્ર ભવનના અધ્યક્ષ પ્રો.(ડૉ.)જયસિંહ ઝાલાએ સ્વાગત પ્રવચન કરીને વિદ્યાર્થીઓના જીવનમાં હકારાત્મકતા લાવતી પ્રવૃતિઓનું મહત્વ સમજાવ્યું હતું. સ્પર્ધાના અંતે વિજેતાઓને અભિનંદન આપતા કુલપતિ પ્રો.(ડૉ.)ચેતનભાઈ ત્રિવેદીએ કહ્યું હતું કે વિવિધ બૌદ્ધિક સ્પર્ધાઓને કારણે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય છે. ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદના સમાજશાસ્ત્ર ભવનના અધ્યક્ષ પ્રો.(ડો.)રાજેન્દ્ર જાનીએ સ્વામીવિવેકાનંદજીના પ્રેરણાદાયી જીવન કવન અંતર્ગત મનનીય પ્રવચન પણ આપ્યું હતું.
બહાઉદ્દીન સાયન્સ કોલેજના આચાર્ય પ્રો. આર. પી. ભટ્ટ તથા જે.જે.સી.ઈ.ટી. કોલેજ જુનાગઢના આચાર્ય પ્રો. એમ. પી. ત્રાડા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા સ્પર્ધાના નિર્ણાયકો તરીકે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન સમાજશાસ્ત્ર ભવનના પ્રાધ્યાપક ડૉ.ઋષિરાજ ઉપાધ્યાયે કર્યું હતું અને અંતમાં આભારવિધિ ભવનના પ્રાધ્યાપક ડૉ. પરાગ દેવાણીએ કરી હતી. સમાજશાસ્ત્રના અન્ય પ્રાધ્યાપક ડો. એચ. એલ. બારડ પણ હાજર રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!