અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લા બજરંગદળ અને વીએચપી દ્વારા આતંકવાદીઓ નું પૂતળા દહન કરી જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર આપ્યું
કાશ્મીર માં તાજેતર માં શ્રદ્ધાળુઓ ની બસ પર થયેલ આતંકી હુમલામાં નિર્દોષ યાત્રાળુઓ ના મોત થયા ની ઘટના ના વિરોધ માં અરવલ્લી જિલ્લા બજરંગદળ અને વીએચપી દ્વારા આતંકવાદીનું પૂતળા દહન કરી જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર આપ્યું
સરહદ પર આતંકવાદીઓ દ્વારા ભારત ની શાંતિ ને ડહોડવા માટે સરહદી વિસ્તારો માં નાપાક હરકતો કર્યા વગર રહેતા નથી ત્યારે તાજેતર માં જમ્મુ કાશ્મીર માં વૈષ્ણદેવી લક્ઝરી બસ માં જઈ રહેલા શ્રદ્ધાળુઓ પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરાયો હતો જેના કારણે બસ ડ્રાયવર દ્વારા બસ અન બેલેન્સ થવાના કારણે બસ ઊંડી ખાઈ માં ખાબકી અને શ્રદ્ધાળુઓ ના કરુણ મોત નિપજ્યા આ સમગ્ર અંતકી પ્રવૃત્તિ નો હાલ દેશ ભરમાં વિરોધ થઈ રહ્યો છે ત્યારે આજે અરવલ્લી જિલ્લા વીએચપી અને બજરંગદળ દ્વારા મોડાસા ચાર રસ્તા ખાતે આતંકવાદીઓ ના પૂતળા બનાવી ને પૂતળા દહન કર્યું હતું અને સૂત્રોચ્ચાર કર્યા હતા ત્યારબાદ મોટી સંખ્યા માં કાર્યકરો એ મહા મહિમ રાષ્ટ્રપતિ ને સંબોધી જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર આપી આતંકી ઘટના નો કડક માં કડક જવાબ આપવા માંગ કરી છે