ARAVALLIBAYADGUJARAT

અરવલ્લી જીલ્લામાં વન્ય પ્રાણી સપ્તાહ 2023ની જીલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી

કિરીટ પટેલ બાયડ

અરવલ્લી જીલ્લાના મોડાસા ખાતે મંત્રી શ્ભિખુસિંહજી પરમારની ઉપસ્થિતીમાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી.
નાયબ વન સંરક્ષક અરવલ્લીની કચેરીએથી મંત્રી ભિખુસિંહજી પરમારના હસ્તે લીલી ઝંડી આપી બાઈક રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.
વન વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા દર વર્ષે ૨, ઓકટોબર મહાત્મા ગાંધીના જન્મ દિવસથી એક અઠવાડીયા સુધી એટલે કે ૨ થી ૮ ઓકટોબર સુધી વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. અઠવાડીયા દરમ્યાન રોજે રોજ અલગ અલગ કાર્યક્રમ જેવા કે, સાયકલ રેલી, બાઇક રેલી, અવેરનેસ પ્રોગ્રામ, નુકકડ નાટક, ચિત્ર સ્પર્ધાઓ, વકતૃત્વ સ્પર્ધાઓ વગેરે કાર્યક્રમો થકી સમાજમાં વન્યજીવો વિશે જાગૃકતા તેમજ માનવ જીવનમાં વન્યજીવોનું મહત્વ સમજાવવામાં આવે છે.
આજરોજ અરવલ્લી વન વિભાગ તથા સામાજીક વનીકરણ વિભાગ દ્વારા બાઇલ રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. જેનું મંત્રી ભીખુસિંહજી પરમાર, અન્ન અને નાગરિક પુરવઠા, સામાજીક ન્યાય અને અધિકારીતાના હસ્તે લીલી ઝંડી આપી બાઇલ રેલીનું પ્રસ્થાન કરેલ. જેમાં નાયબ વન સંરક્ષક એસ.એમ.ડામોર, અરવલ્લી વન વિભાગ, મોડાસા, મદદનીશ વન સંરક્ષકો, પરિક્ષેત્ર વન અધિકારી, વન વિભાગના કર્મચારીઓ તથા વન્યજીવ પ્રેમી, સહભાગી વન વ્યવસ્થા સાથે સંકળાયેલ વન મંડળીના સભ્યો દ્વારા રેલીમાં ભાગ લેવામાં આવ્યો. બાઇક રેલી નાયબ વન સંરક્ષક અરવલ્લી-મોડાસાની કચેરીએથી પ્રસ્થાન કરી વન્યજીવ જાગૃતિ માટેના બેનરો સાથે મોડાસા શહેરના વિવિધ વિસ્તારોમાં ફેરવી પ્રોગ્રામ પૂર્ણ કરવામાં આવેલ.

Back to top button
error: Content is protected !!