ARAVALLIGUJARATMEGHRAJ

અરવલ્લી : મેઘરજ પોલીસે બાયોડીઝલ જેવું જ્વલનશીલ 300 લીટર કેમિકલ ટ્રકમાં વેચાણ માટે નીકળેલ સૌરાષ્ટ્રના બેને દબોચ્યા 

  • અહેવાલ
  • અરવલ્લી :હિતેન્દ્રભાઇ પટેલ
  • અરવલ્લી : મેઘરજ પોલીસે બાયોડીઝલ જેવું જ્વલનશીલ 300 લીટર કેમિકલ ટ્રકમાં વેચાણ માટે નીકળેલ સૌરાષ્ટ્રના બેને દબોચ્યા

અરવલ્લી SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર જીલ્લાના મુખ્ય અને અંતરિયાળ વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ હાથધરી વિદેશી દારૂની હેરાફેરી સહીત ગેરકાયદેસર પદાર્થ અને કેમિકલ ના વેપલા પર બ્રેક મારવા સતત પ્રયત્નશીલ બની છે મેઘરજ પોલીસે ટ્રક કેબીન પાછળ ટાંકી બનાવી 300 લીટર જેટલા બાયોડીઝલ જેવા જ્વલનશીલ પ્રવાહી વેચાણ અર્થે નીકળેલ પોરબંદરના બે કેમિકલ માફિયા ને ઝડપી પાડી 10.30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો

મેઘરજ પોલીસ સ્ટેશનના પ્રોબેશ્નલ પીઆઇ કે.એસ.પટેલ અને તેમની ટીમે ઉંડવા ચેકપોસ્ટ પર રાજસ્થાનમાં આવન-જાવન કરતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરતાં એક ટ્રકની કેબીન પાછળ ટાંકી બનાવી પસાર થતા અટકાવી ટ્રક પાછળ રહેલી ટાંકીનું ચેકીંગ હાથધરતા ટાંકી માંથી 24 હજાર રૂપિયાનું 300 લીટર બાયોડીઝલ જેવું જ્વલનશીલ પ્રવાહી મળી આવતા પોલીસ ટ્રકમાં કોઈપણ પ્રકારની ફાયર સેફટી વગર હોવાથી અને ટ્રકમાં રહેલા 1)બાબુ દેવા ખૂંટી (રહે,રાણાવાવ,પોરબંદર) અને 2)મનોજ કાનજી ભરડા (રહે,રાણવાવ,પોરબંદર)ની પાસે કોઈ પણ પ્રકારનું લાયસન્સ કે આધાર પુરાવા ન હોવાથી અટકાયત કરી પોલીસે 10.30 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!