NATIONAL

LPG : કમર્શિયલ એલપીજી સિલેન્ડરના ભાવમાં 209 રુપિયાનો વધારો

આજથી ઘણાં મહત્વના ફેર બદલ થવાના છે. જેની અસર સિધી તમારા ખિસ્સા પર થવાની છે. મોંઘવારીને કારણે ત્રાહીમામ પોકારી ઉઠેલ સામાન્ય લોકોને આજે વધુ એક ઝાટકો બેઠો છે. આજથી એલપીજી સિલેન્ડરની કિંમતમાં વધારો થયો છે. ઇંધણ કંપનીઓએ વ્યાવસાયિક એલપીજી સિલેન્ડરની કિંમતોમાં મોટો વધારો કર્યો છે. ભાવ વધારા બાદ 19 કિલોનું સિલેન્ડર 209 રુપિયાથી મોંઘુ થયુ છે.

ઓક્ટોબરમાં નવરાત્રી, દશેરા જેવા તહેવારો ઉજવાવમાં આવનાર છે. ત્યારે હવે તહેવારો ટાંણે જ એલપીજી સિલેન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જેને કારણે સામાન્ય લોકોના ખિસ્સા પર પણ ભારણ વધશે. ઇંધણ કંપનીઓ દ્વારા એલપીજીના 19 કિલોના કમર્શિયલ ગેસ સિલેન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ 209 રુપિયાના વધારા બાદ રાજધાની દિલ્હીમાં 19 કિલોનો કમર્શિયલ સિલેન્ડર હવે 1,731.50 રુપિયામાં મળશે. જ્યારે દેશની આર્થિક રાજધાની મુંબઇમાં 19 કિલોનો કમર્શિયલ સિલેન્ડર 1684 રુપિયામાં મળશે. દરમીયાન આ અગાઉ 1 સપ્ટેમ્બરથી કર્મશિયલ એલપીજી સિલેન્ડરની કિંમતમાં 157 રુપિયા ઓછા કરવામાં આવ્યા હતાં. અને હવે તેના કરતાં પણ વધુ કિંમત રાખવામાં આવી છે.
ઘરેલું સિલેન્ડરની વાત કરીએ તો છેલ્લાં એક મહિનામાં સરકારે તેમાં 200 રુપિયા ઘટાડ્યા હતાં. જ્યારે હવે ઓક્ટબરમાં ઘરેલું સિલેન્ડરની કિંમતમાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી. આજે ઇંધણ કંપનીઓએ માત્ર કમર્શિયલ એલપીજી સિલેન્ડરના ભાવમાં વધારો કર્યો છે અને ઘરેલું એલપીજી સિલેન્ડરની કિંમતમાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી. 14.20 કિલોનો ઘરેલુ ગેસ સિલેન્ડર દિલ્હીમાં 903 રુપિયા, કલકત્તામાં 929 રુપિયા, મુંબઇમાં 902.50 રુપિયા અને ચેન્નઇમાં 918.50 રુપિયામાં મળે છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!