ANANDANAND CITY / TALUKOANKLAVGUJARAT

આણંદ જિલ્લા માં ઘી ના વેચાણ અંગે સ્પેશલ ડ્રાઈવ હાથ ધરવામાં આવી

આણંદ જિલ્લા માં ઘી ના વેચાણ અંગે સ્પેશલ ડ્રાઈવ હાથ ધરવામાં આવી

 

સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ ૩ બ્રાન્ડના જવાબદારો સામે કાયદાકીય કાર્યવાહી કરાશે

 

 

 

તાહિર મેમણ – 01/02/2024- આણંદ, આણંદ જિલ્લાના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેઝીગ્નેટેડ ઓફિસરની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આણંદ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં થતાં ઘી ના વેચાણ અંગે સ્પેશલ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત ઘી નું વેચાણ કરતી વિવિધ બ્રાન્ડના કુલ ૮ નમૂનાઓ એકત્ર કરીને તેના પૃથ્થકરણ અર્થે ફુડ એનાલીસ્ટને મોકલવામાં આવ્યા હતા.

 

ફુડ એનાલીસ્ટનો રીપોર્ટ મુજબ તેમને મોકલવામાં આવેલા ૮ નમૂનાઓ પૈકિ આણંદના સોગંળપુરા ખાતે આવેલ મીત એન્ટરપ્રાઇઝનું સુકુન પ્રિમિયમ ગાયનું ઘી (૫૦૦ મીલી પેક), ગણેશ ચોકડી પાસે આવેલ શ્રુતિ એજન્સીનું અમૃત ગાયનું ઘી તથા આંકલાવ તાલુકાની આસોદર ચોકડી પર આવેલ દિવ્ય પુજા વસ્તુ ભંડારનું રીધમ પ્રિમિયમ ઘી સબસ્ટાન્ડર્ડ હોવાનું જણાતાં ત્રણેય નમૂનાઓના જવાબદારો સામે એડ્જ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેકટરશ્રી આર.એસ.દેસાઇ સમક્ષ એડ્જ્યુડીકેશનના કેસ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું યાદીમાં વધુમાં જણાવાયું છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!