GUJARATMULISURENDRANAGAR

સુરેન્દ્રનગર જિલ્લામાં જસાપર ખાતે આયોજીત 9 માં જિલ્લા કક્ષાના Educational innovation Festival 2023-24માં પુસ્તકનું વિમોચન કરાયું.

તા.16/10/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

કાર્યક્રમ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાની Echo કલબ અને સારા કેમ્પસ ધરાવતી ટીડાણા, સરોડી અને નવાગામ શાળાના આચાર્યઓને સન્માનિત કરાયા.

સુરેન્દ્રનગર જિલ્લામાં જસાપર (મુળી) ખાતે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરેન્દ્રનગર અને જિલ્લા શિક્ષણ સમિતિ તેમજ બી.આર.સી ભવન મુળી દ્વારા આયોજીત 9માં જિલ્લા કક્ષાના Educational innovation Festival 2023-24 નું ઇનોવેટિવ શિક્ષકોના વરદહસ્તે તેમજ મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં શુભારંભ કરાયો હતો આ કાર્યક્રમ દરમિયાન ઇનોવેટિવ શિક્ષકોના ઇનોવેશનની પુસ્તિકા નવોત્થાનનું વિમોચન કરવામાં આવ્યું હતુંશઉપરાંત ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે લાઇટ હાઉસ સ્કૂલના સ્ટોલ તેમજ Echo કલબ અને સારા કેમ્પસ ધરાવતી સુરેન્દ્રનગર જિલ્લાની ટીડાણા, સરોડી અને નવાગામ શાળાના આચાર્યઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું નોંધનીય છે કે, જસાપર (મુળી) સ્કૂલ કેમ્પસ ખાતે આયોજિત આ ફેસ્ટિવલમાં આવતી કાલે તા.૧૭ ઓક્ટોબરના રોજ સાંજે ૫:૦૦ કલાકે સંગીત સંધ્યાનું આયોજન કરાયું છે અત્રે ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમનું સમગ્ર સંકલન ડાયેટના લેક્ચરર ડૉ. કોમલબહેન પંડ્યા તથા બી.આર.સી કો-ઓર્ડીનેટર મુળી ચિરાગ લખતરિયા દ્વારા કરવામાં આવ્યું હતું આ તકે ડાયેટ પ્રાચાર્ય ડૉ.સી. ટી. ટૂંડિયા, જિલ્લા શિક્ષણાધિકારી કે.એન.બારોટ, સંઘના હોદ્દેદારો, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, બી.આર.સી કો – ઓર્ડીનેટર સહિત શિક્ષકો ઉપસ્થિતિ રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!