HALOLPANCHMAHAL

હાલોલ:વિરાસતવન નજીક કાર અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત,બાઈક ચાલકનું નિપજ્યું મોત 

તા.૩.એપ્રિલ

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

હાલોલથી બોડેલી જતા નેશનલ હાઇવે માર્ગનાં પાવાગઢ બાયપાસ રોડ ઉપર સર્જાયેલા મારુતિ વેગનઆર કાર અને બાઈક વચ્ચેના અકસ્માત માં કાર પલટી ખાઇ ગઈ હતી અને મોટરસાયકલ ચાલક ગંભીર રીતે ઘવાયો હતો.અકસ્માત કારમાં સવાર કોઈને ઇજાઓ થઈ ન હતી પરંતુ મોટરસાયકલ ચાલકને સારવાર મળે તે પહેલાં જ તેનું કરૂણ મોત નીપજ્યું છે.અકસ્માત પાવાગઢ બાયપાસ ઉપર નેશનલ હાઇવે ક્રોસ કરી પાવાગઢ થી જેપુરા તરફ જવાના માર્ગ ઉપર થયો હતો. મોટરસાયકલ ચાલક પાવાગઢ તરફથી જેપુરાથી વરસડા તેની સાસરી માં જઈ રહ્યો હતો.જ્યારે કાર વડાતલાવ તરફ થી હાલોલ તરફ આવી રહી હતી. અકસ્માતમાં મોત ને ભેટનાર હાલોલ તાલુકાના મદાર નજીક આવેલા અંબાપુર ગામ નો કલ્પેશભાઈ કાંતિભાઈ પરમાર હોવાનું જાણવા મળ્યું છે.કલ્પેશ પરમાર હાલોલ તાલુકાના રવાલીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સ્વીપર તરીકે ફરજ બજાવી રહ્યો હતો આજે નોકરી પૂરી કરીને તે રવાલીયા થી નીકળી પાવાગઢ થઈ જેપૂરા થી વરસડા સાસરીમાં જઈ રહ્યો હતો.તે દરમ્યાન તેઓનો અક્સ્માત સર્જાયો હતો જ્યારે ૧૦૮ એમબ્યુલન્સ દ્વારા હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જોકે કલ્પેશ પરમારને સારવાર મળે તે પેહલા જ તેઓનું મોત નિપજ્યું છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!