GUJARATMEHSANAVIJAPUR

કલોલ શહેરમાં આવેલ રાજેશ ગાયનેક હોસ્પિટલ ના ડોક્ટર ને માર મારતા આઠ સામે ફરીયાદ

કલોલ શહેરમાં આવેલ રાજેશ ગાયનેક હોસ્પિટલ ના ડોક્ટર ને માર મારતા આઠ સામે ફરીયાદ
સોનોગ્રાફી કરવા આવેલી મહિલા સહિત આઠ શખ્સો એ ડોકટર ને માર મારી ઈજાઓ કરતા ફરીયાદ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
કલોલ શહેર માં આવેલ રાજેશ હોસ્પિટલ ના સ્ટાફ નર્સ સહિત ની હાજરી માં દર્દીઓ ની સારવાર આપતા હતા તે સમય દરમ્યાન ગાયનેક ડોકટર ઉપર સારવાર માટે આવેલ મહિલા સહિત આઠ જણા એ ભેગા મળી ગાયનેક ડોકટર ને હાથે પગે માથામાં ઇજાઓ કરી ગડદાપાટુ નો માર મારતા સારવાર માટે આવેલી મહિલા સહિત આઠ સામે ફરીયાદ નોંધાવી છે આ અંગેની પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર પાર્થ મુકેશ કુમાર વ્યાસ શહેરમાં આવેલ રાજેશ હોસ્પિટલ ખાતે ગાયનેક ડોક્ટર ની ફરજ બજાવે છે તેઓની સાથે તેઓની પત્ની પણ ડેન્ટિસ્ટ ડોકટર તરીકે ફરજ બજાવે છે ત્યારે સવારે હોસ્પિટલમાં સોનોગ્રાફી ના સારવાર માટે આવેલ મહિલા ભારતી બેન કનુજી ઠાકોર દ્વારા ઓપીડી માં કેસ લખાવી સારવાર માટે આવેલ તેઓની નર્સ તેમજ સ્ટાફ ની હાજરી માં સોનોગ્રાફી કરી લેબોરેટરી ખાતે રિપોર્ટ માટે મોકલી આપતા રિપોર્ટ આવવા માં થોડો સમય લાગતા ભારતી બેન ગ્રાઉન્ડ ફ્લોર માં ગયા હતા તે દરમ્યાન સગર્ભા મહિલા ની સારવાર ચાલી રહી હતી તે સમય ભારતી બેન ઠાકોર સાથે આવેલ અન્ય છ આઠ જણાં ટોળું બની અમારી બેન સાથે કેમ અડપલાં કર્યો છે તેમ કહીને ગાળો બોલી માથાના ભાગે કડા જેવા હથિયાર થી માર મારી ખૂન નીકાળી ગડદા પાટુ માર મારી સીડી સુધી ઘસડી જઈને પેટમાં લાતો મારી શરીર ના ભાગે ઇજાઓ કરતા પાર્થ મુકેશ કુમાર વ્યાસ દ્વારા ભારતી બેન કનુજી ઠાકોર સહિત છ થી આઠ ઈસમો સામે પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!