GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ટાઉન પોલીસ સ્ટેશનના ટાઉન જમાદાર વયનિવૃત થતા વિદાય સમારંભ યોજી વિદાયમાન સાથે વિદાય આપી

તારીખ ૦૧/૦૨/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

ગતરોજ કાલોલ પોલીસ સ્ટેશન ખાતે કાલોલ ટાઉન પોલીસ સ્ટેશનના ટાઉન જમાદાર તરીકે ફરજ બજાવતા પર્વતસિંહ વયનિવૃત થતા તેઓનું વિદાય સમારંભ રાખવામાં આવ્યું હતું. પર્વતસિંહ સને.૧૯૮૯ માં પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલ તરીકે નિયુક્તિ બાદ સતત ૨૬ વર્ષો સુધી વડોદરા જિલ્લામાં ફરજો બજાવી પાછલા સાત વર્ષો સુધી પંચમહાલ જિલ્લાના કેટલાક પોલીસ મથકોમાં ફરજ બજાવી હતી. સને.૨૦૧૭ માં આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેકટર તરીકે બઢતી બાદ વય નિવૃત્તિના અંતિમ વર્ષોમાં કાલોલ પોલીસ મથકે અને ખાસ કરીને ટાઉન ચોકીમાં પ્રતિભા સંપન્ન ફરોજો અદા કરી જબ્બર લોકચાહના મેળવી હતી.જેને લઇ વયનિવૃત થતાં પર્વતસિંહ નું કાલોલ પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ સાથે ગામના અગ્રણ્ય આગેવાનો ઉપસ્થિત રહી ફુલહાર પહેરાવી સ્વાગત કરી ગિફ્ટ આપી નિવૃત્ત જીવનની શુભકામનાઓ પાઠવી વિદાયમાન આપવામાં આવ્યું હતું. સરકારી નોકરીમાંથી વયનિવૃત થતા તેમના વિદાય સમારંભ પ્રસંગે તેઓનાં પરિવાર સાથે કાલોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર સીબી બરંડા સહીત પોલીસ સ્ટાફ અને ગામના અગ્રણ્ય આગેવાનો હાજર રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!