HALOLPANCHMAHAL

હાલોલ નાયબ પોલીસ અધિક્ષકને ડીજીપી કમાન્ડેશન ડિસ્ક એવોર્ડથી સન્માનિત કરાયા

તા.૨૭.જાન્યુઆરી

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

હાલોલ નાયબ પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવતા વી.જે.રાઠોડ ને શ્રેષ્ટ કામગીરી માટે ગુજરાત રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાના હસ્તે ડીજીપી કમાંન્ડેશન ડિસ્ક એવોર્ડ 2021 થી સન્માનીત કરવામાં આવતા પંચમહાલ જિલ્લા પોલીસતંત્ર માં ખુશી જોવા મળી હતી. હાલોલ નાયબ પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાતા વિક્રમસિંહ જે. રાઠોડને તેઓની ફરજ દરમ્યાન શ્રેષ્ઠ કામગીરી અને ગુજરાત પોલીસ માં આપેલી સેવાઓ બદલ આ એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા.ગુજરાત પોલીસ માં શ્રેષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓ ને સન્માનિત કરવાના ગાંધીનગર ખાતે યોજાયેલા એક એવોર્ડ સમારોહ કાર્યક્રમમાં રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા ના વરદ હસ્તે શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ ડી.જી.પી. કમાંન્ડેશન ડિસ્ક એવોર્ડ 2021 માટે હાલોલ ના નાયબ પોલીસ અધિક્ષક વિક્રમસિંહજી રાઠોડ ની પસંદગી કરવામાં આવતા તેઓને આ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. અગાઉ પ્રશંસનીય કામગીરી બદલ રાષ્ટ્રપતિ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવેલા નાયબ પોલીસ અધિક્ષક ને વધુ એક વખત ગૌરવપૂર્ણ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવતા જિલ્લા પોલિસ વિભાગ માં ખુશી જોવા મળી હતી.2001 ની ગુજરાત પોલીસ ની ભરતી માં સીધા પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે ભરતી પામેલા અને પાટનગર ગાંધીનગર માં પહેલી ફરજ બજાવી હતી. પીએસઆઈ તરીકે સતત સેવાઓ આપ્યા પછી 2010 માં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે બઢતી મળતા જુનગઢ માં ફરજ બજાવી. ત્યાર પછી અમદાવાદ, વડોદરા અને રાજકોટ, ખેડા જિલ્લા માં લોકલ ક્રાઇમબ્રાન્ચ ના પીઆઇ તરીકે ફરજ પછી અમદાવાદ એસીપી તરીકે બઢતી મેળવી માંડવાળ કાંકરિયા કાર્નિવલ માં શ્રેષ્ટ કામગીરી કરી હતી જેની નોંધ ગુજરાત પોલીસે લીધી હતી. ત્યાર બાદ ગાંધીનગર ખાતે બે વર્ષ ગુજરાત ઇન્ટેલિજન્સ બ્યુરો માં કામગીરી કરી ચૂકેલા વિક્રમસિંહ રાઠોડ ને વધુ એક બઢતી મળતા હાલોલ નાયબ પોલીસ અધિક્ષક તરીકે હાલ ફરજ બજાવી રહ્યા છે. 2021 ના વર્ષ ની શ્રેષ્ટ કામગીરી માટે ડી.જી.પી કમન્ડેશન ડિસ્ક એવોર્ડ માટે પસંગી થઈ હતી અને 2022 માં રાષ્ટ્રપતિ એવોર્ડ થી સન્માનિત થયા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!