SAYLASURENDRANAGAR

સાયલા હાઇવે પર શાપર પાસેથી નાળામાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો.

તા.01/05/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામા સાયલા ચોટીલા હાઇવે પરથી બે દિવસ પહેલાં દોઢ વર્ષની મૃત બાળકી મળી આવવાની ઘટનામાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે આ ઘટનામાં માસૂમ બાળકીનાં માતા પિતા સુધી પહોંચેલી સાયલા પોલીસે તેમની શંકાના આધારે આગવી ઢબે સઘન પૂછપરછ હાથ ધરી હતી એમાં બાળકીનાં માતા પિતાએ પોલીસ સમક્ષ કબૂલાત કરી છે કે તેમણે જ પોતાની દોઢ વર્ષની માસૂમ દીકરીનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી આ ઘટનામાં હત્યારા પિતા મનસુખ વજાભાઇ જોગરાજિયા એ પોલીસ સમક્ષ હત્યાની સમગ્ર ઘટનાની વિગત આપતાં કહ્યું હતું કે તેમની કુલ પાંચ પુત્રીમાં સૌથી નાની પુત્રી રુહીને તે અપશુકનિયાળ માનતો હતો એમાં 27 મી એપ્રિલે તે પોતાની પત્ની પ્રકાશ મનસુખ જોગરાજિયા અને સૌની નાની દીકરી રુહીને લઇને બાઇક ઉપર ખળગુંદા ગામે શિકોતર માતાના ભૂવા પાસે દાણા જોવડાવવા જવા નીકળ્યાં હતાં આ દરમિયાન ચોટીલાના મઘરીખડા નજીક બાઇક સ્લીપ થયું હતું, જેથી કાંટાની વાડમાં પટકાતાં માતા પિતાને ઇજાઓ પહોંચી હતી, જ્યારે માતાના ખોળામાં બેઠેલી દોઢ વર્ષની માસૂમ રુહીને ઊની આંચ પણ આવી નહોંતી આ ઘટનાને પગલે આવેશમાં આવેલા પિતા મનસુખે દોઢ વર્ષની રુહીને જ અપશુકનિયાળ માની ગુસ્સામાં તેનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી ત્યાર બાદ સાયલા ચોટીલા હાઇવે પર શાપર નજીક પતિના કહેવાથી પત્ની પ્રકાશે આ મૃત બાળકીને નાળામાં ફેંકી દીધી હતી ત્યાંથી જાણે ક‍ાંઇ ના બન્યું હોય એમ તેઓ નીકળી ગયાં હતાં પોલીસે શંકાના આધારે માતા પિતાની આગવી ઢબે આકરી પૂછપરછ કરતાં બંનેએ જ માસૂમ દીકરીની હત્યા કરી લાશને નાળામાં ફેંકી દીધી હોવાનો ગુનો કબૂલ કરી લીધો હતો.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!