JETPURRAJKOT

જેતપુર તાલુકામાં “પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન” અંતર્ગત સગર્ભાને મળતી આર્થિક સહાય અપાઇ

તા.૧/૭/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

રાજકોટ જિલ્લાની સગર્ભા માતાઓની ઘનિષ્ઠ આરોગ્ય તપાસ થઈ શકે તથા માતા અને બાળ મૃત્યુદર ઘટે તે માટે રાજકોટ જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરીનાં માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા રાજકોટ જિલ્લાનાં જેતપુર તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – મેવાસા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – જેતલસર, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર – કાગવડ દ્વારા સગર્ભા માતાઓનું કાઉન્સેલિંગ કરી સુરક્ષિત માતૃત્વ પ્રદાન કરવામાં આવી રહ્યું છે.

જેતપુર તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડો. કુલદીપ સાપરીયાએ જણાવ્યું હતું કે, સુરક્ષિત ગર્ભાવસ્થા માટે પ્રતિ માસ ૦૯ અને ૨૪ તારીખનાં રોજ જોખમી સગર્ભાની યોગ્ય તપાસ, સારવાર અને સુરક્ષિત પ્રસુતિ પરિણામ માટે જરૂરી કાઉન્સેલિંગ દ્વારા માતા મરણ તથા સંભવિત બાળ મરણ અટકાવવા શક્ય તમામ પ્રયત્નો કરવામાં આવે છે. આશા બહેનોના માધ્યમથી ગામડાની બહેનોનો ઘરે ઘરે સંપર્ક કરીને નજીકનાં આરોગ્ય કેન્દ્ર ખાતે બોલાવી ત્યાં સ્થળ ઉપર જ સગર્ભાવસ્થાના બીજા તથા ત્રીજા ટ્રાઈમેસ્ટરમાં ઓછામાં ઓછી ત્રણ તપાસ આ યોજના અંતર્ગત કરી, જરૂરી પરીક્ષણને આધારે દવા તેમજ જરૂરી કાઉન્સેલિંગ તજજ્ઞ તબીબો મારફત કરવામાં આવે છે. સરકારી દવાખાનામાં આ યોજના અંતર્ગત તપાસ માટે જોખમી સગર્ભાને ૩ વિઝીટની મર્યાદામાં પ્રતિ વિઝીટ રૂ.૧૦૦ ની રકમ પણ આપવામાં આવે છે. મેડિકલ ઓફિસર ડો. નિલેશ કાછડીયા, ડો. મિત્તલ ઢોલરિયા તથા સંબંધિત આરોગ્યકર્મીઓ દ્વારા આ સુદ્રઢ કામગીરી કરવામાં આવી રહી છે.

પ્રસુતિ સમયે મા-બાળકનું સ્વાસ્થ્ય ન જોખમાય અને બાળકના જન્મ વખતે કુદરતી આપત્તિને કારણે તેઓને મુશ્કેલીનો સામનો ન કરવો પડે, તે હેતુસર સરકારનાં આરોગ્ય વિભાગ દ્વારા વર્ષ ૨૦૧૬ થી “પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન” શરૂ કરવામાં આવ્યું છે, જે અન્વયે નવ મહિનાની ગર્ભાવસ્થાનાં પ્રતિક રૂપે ગર્ભવતી મહિલાઓને દર મહિનાની ૦૯ તારીખે આ યોજના અંતર્ગત અનેકવિધ સેવાઓ પૂરી પાડવા આવે છે, જેમાં જિલ્‍લાના તમામ પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર અને સામુહીક આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે સગર્ભાની વહેલી નોંધણી અને આરોગ્યની તપાસ, લેબોરેટરી તપાસ, ધનુરની રસી, આયર્ન અને ફોલીક એસીડની ગોળીઓનો કોર્ષ, જે સગર્ભા બહેનોને સંભવિત પ્રસુતિ થનાર છે તેમની યાદી તૈયાર કરી દરેક સગર્ભા બહેન સાથે એક એક આરોગ્ય કર્મચારી જોડી બર્થ માઈક્રોપ્લાન તૈયાર કરી, દવાખાનામાં સંસ્‍થાકીય પ્રસુતિ જેવી તમામ વિનામુલ્યે સેવાઓનો સમાવેશ થાય છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!