GUJARATJETPURRAJKOT

Virpur: યાત્રાધામ વીરપુર થી અયોઘ્યા જવા 60 જેટલા સ્વયંમ સેવકો રવાના થયા. 

તા.૨/૧/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot, Virpur: ૨૨મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામલલ્લાના મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં વીરપુર પૂજ્ય જલારામ બાપાની જગ્યા તરફથી ૨૨ અને ૨૩ બે દિવસ તમામ દર્શનાર્થીઓને મગજનો પ્રસાદ આપવાનો હોય આજે વીરપુર મંદિર તરફથી આ પ્રસાદ બનાવનાર અને આપનાર ૫૦ સ્વયમ સેવકોની એક ટીમને વાજતે ગાજતે અયોધ્યા પ્રસ્થાન કરાવ્યું હતું.

ત્રણ વર્ષ પહેલાં જ્યારે અયોધ્યામાં ભગવાન શ્રી રામની જન્મભૂમીમાં મર્યાદા પુરસોત્તમ ભગવાન શ્રી રામના મંદિર નિર્માણની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે પૂજ્ય જલારામ બાપાની જ્ગ્યાના ગાદીપતિ પૂજ્ય રઘુરામબાપાએ જાહેરાત કરેલી કે, અયોધ્યામાં ભગવાન શ્રીરામના મદિરમાં શ્રી રામ લલ્લાને સવાર સાંજ થાળ ધરાવવામાં આવશે તે થાળ આજીવન વીરપુર જલારામ મંદિર તરફથી ધરવામાં આવશે અને આ માટેની મંજૂરી અયોધ્યા મંદિરના ટ્રસ્ટીઓ તરફથી મળી ગઈ છે.

અને હવે આગામી ૨૨મી જાન્યુઆરીના રોજ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે ત્યારે જલારામ મંદિર તરફથી ભગવાનશ્રી રામના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં આવેલ તમામ ભાવિકોને ૨૨ અને ૨૩ જાન્યુઆરી એમ બે દિવસ મગજનો પ્રસાદ આપવામાં આવશે.

અને આ પ્રસાદ અયોધ્યા ખાતે જ તૈયાર કરવાનો હોવાથી પ્રસાદની તૈયારી માટે આજે ૫૦ જેટલા સ્વયમ સેવકોનું એક મંડળ વીરપુર ખાતેથી ટ્રેન મારફત રવાના થયું હતું. આ જલારામ મંડળ રવાના થયા પૂર્વે તમામ સ્વયમ સેવકોને મંદિર ખાતે ગાયત્રી પરીવારની બહેનો દ્વારા હારતોરા તિલક કરીને સન્માન કરવામાં આવ્યું હતું. અને ઢોલ નગારા સાથે આ મંડળ મંદિરેથી પ્રસ્થાન કરી રેલ્વે સ્ટેશન તરફ પ્રયાણ કરતા રસ્તામાં ઠેરઠેર ફુલવર્ષા દ્વારા તમામને વધાવવામાં આવ્યા હતાં. અને જય શ્રી રામ, જય જલારામના નારા લગાવ્યા હતાં. અને મંડળ રેલ્વે સ્ટેશન ખાતે પહોંચી ટ્રેનમાં સ્વયમ સેવકોને જયશ્રી રામની ઘ્વજા હવામાં ફરકાવી વિદાય આપવામાં આવી હતી.

વીરપુર પૂજ્ય જલારામ બાપાની જગ્યા તરફથી ભગવાન શ્રી રામલલ્લાને ધરવામાં આવતો સવાર-સાંજ બે ટાઈમનો થાળ આજીવન ધરવામાં આવશે તેમજ 22 અને 23 જાન્યુઆરીના રોજ પ્રાણપ્રતિષ્ઠામાં અયોધ્યા ખાતે મગજના પ્રસાદ આપવામાં આવસે ત્યારે વીરપુર થી નીકળેલા સ્વયમસેવકોને પૂજ્ય જલારામ બાપાના પરિવારના પૂજ્ય રસિકબાપા પણ આ સ્વયંમ સેવકોને વિરપુરના રેલવે સ્ટેશન ખાતે વિદાય આપવા હાજર રહ્યા હતા.

બોક્સ:- સ્વયંમ સેવક રમેશભાઈ ગઢિયાએ જણાવ્યું હતું કે આજે બપોરે પૂજ્ય જલારામ બાપાના દર્શન કરીને બાપાની જગ્યામાં મહાપ્રસાદ લઈને ટ્રેન મારફતે વીરપુર થી અયોધ્યાજવા 50 થી 60 સ્વયંમ સેવકો નીકળ્યા છીએ અયોધ્યા પહોંચીને મગજના પ્રસાદના ચાર લાખ જેટલા પેકેટ બનાવવામાં આવશે અને તે મગજનો પ્રસાદ શ્રી રામલલ્લાના પ્રાણપ્રતિષ્ઠા એટલે કે 22 અને 23 જાન્યુઆરીએ ભગવાન શ્રી રામના મંદિર પરિસરમાં આ સ્વયંમ સેવકો એક ખાસ ડ્રેસકોડ માં રહીને ભાવિકોને આપવામાં આવશે, તેમજ એજ રીતે વીરપુર પૂજ્ય જલાબાપાના મંદિરમાં પણ 22 અને 23 જાન્યુઆરીએ ભાવિકોને મગજનો પ્રસાદ અપાશે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!