AHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEGUJARAT

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગથી ડીસા ખાતે દ્વિદિવસિય “લોકસંગીતોત્સવ” નું આયોજન કરવામાં આવ્યું હતું.

 

ડીસા લાયન્સ કલબ ઓડિટોરિયમ ખાતે ઉત્તર ગુજરાતમાં સૌપ્રથમવાર એક નવા જ વિષય સાથેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આપણાં પોતીકા ગુજરાતી ગીતો સાથે આપણી સાંસ્કૃતિક લોકસંસ્કૃતિની એક ઝલક દર્શા વતો ખાસ કાર્યક્રમ અમારી “મહેફિલ એ મોજ” કાર્યકમ શ્રેણી અંતર્ગત થયું હતું.

નિધિ પુરોહિત આયોજીત અને ડીસા લાયન્સ કલબ ના સહયોગથી મનન દવે અને વિપુલ પટેલના મેનેજમેન્ટ સાથે આ કાર્યક્રમને ઉત્તર ગુજરાતમાં પણ સરાહવામાં આવ્યો હતો.

ગુજરાતના જાણીતા પાર્શ્વગાયક અને ગુજરાતી ગઝલ તથા સુગમ સાથે ગુજરાતી સંગીત જેમને વારસા માં મળ્યું છે તેવા મયુર ચૌહાણ દ્વારા ડીસા વાસીઓને પોતાના ગીતો દ્વારા રસ તરબોળ કર્યા હતા. તેમનું જાણીતું ગીત

સાથે જ ગુજરાત ના મહિલા વાયોલિન વાદક ત્વિષા વ્યાસ દ્વારા પણ વાયોલિન ના સુંદર સુર દ્વારા પ્રેક્ષકોને મનોરંજન આપ્યું હતું જે ડીસા વાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

પ્ર્થમદિવસે જાણીતા ગાયક મયુર ચૌહાણ,ત્વિષા વ્યાસ અને ગર્વિસ્ઠા જાદવની સંગીતમય સફર બાદ બીજા દિવસે આપણું લોક સાહિત્ય અને લોક સંગીતના સૂરો દ્વારા ગુજરાતના જાણીતા લોક સાહિત્યકાર અને લોક ગાયક સુખદેવ ગઢવી અને તેમની ટીમ દ્વારા લોકડાયરા સાથે જ સાહીત્ય, હાસ્ય અને દેશભક્તિના ગીતો દ્વારા દર્શકોના મન મોહી લીધા હતા.લોક ગાયિકા ચેતના ખંડવી દ્વારા લોકગીતો અને દેશભક્તિ ગરબા રાસ ના ગીતો પણ રજુ કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં ડીસા લાયન્સ ક્લબના પ્રમુખ મનીષ શાહ, માનદ મંત્રી રમેશ માળી સાથે જ લાયન્સ ક્લબના કેબિનેટ સેક્રેટરી પંકજ શાહનો સહયોગ મળ્યો હતો. આ ઉપરાંત લાયન્સ પરિવાર ના સભ્યો સતિષભાઈ શાહ,હિતેષ સોની,હિતેશ શાહ, કેતન શાહ તથા અન્ય લાયન્સ અધિકારીઓ અને સભ્યોનો સહયોગ સાંપડ્યો હતો.

ટીમ મનન દવે સાથે વિપુલ પટેલ, દર્શન પુરોહિત અને સચિન પંડ્યા દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા જેહમત ઉઠાવવામાં આવી હતી.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!