GUJARATHIMATNAGARSABARKANTHA

સાબરકાંઠા બેંકના ઉપક્રમે G-20 સમીટ વૈશ્વિક મંચ પર ભારત વિષય પર સેમીનાર યોજાયો.

વાત્સલ્યમ્ સમાચાર

સુરેશકુમાર ભરાડા-હિંમતનગર

સાબરકાંઠા બેંકના ઉપક્રમે G-20 સમીટ વૈશ્વિક મંચ પર ભારત વિષય પર સેમીનાર યોજાયો.

ધી ગુજરા સ્ટેટ કો.ઓ.બેંક લી.અમદાવાદ અને ધી સાબરકાંઠા જિલ્લા મઘ્યસ્થ સહકારી બેંક લી. હિંમતનગરના સંયુક્ત ઉપક્રમે હિંમતનગર મુકામે તા.૧૮/૮/૨૩ને શુક્રવારના રોજ G-20 સમીટ વૈશ્વિક મંચ પર ભારત વિષય પર સેમીનાર યોજાયો. સદર સેમીનારનું અઘ્યક્ષસ્થાન ભાજપ સાબરકાંઠા જિલ્લા પ્રમુખ શ્રી જે.ડી.પટેલે સંભાળેલ હતુ. આ પ્રસંગે ધી સાબરકાંઠા જિલ્લા બેંકના વાઇસ ચેરમેનશ્રી ભિખાજી ડામોર,ભાજપ સા.કા.જિલ્લા મહામંત્રી શ્રી વિજયભાઇ પંડયા,હિંમતનગર નાગરીક સહકારી બેંકના ડીરેક્ટરશ્રી દિલીપભાઇ શાહ,મોડાસા તાલુકા જીનના પ્રમુખશ્રી પંકજભાઇ પટેલ તેમજ ખુબ વિશાળ સંખ્યામાં વેપારી વર્ગ અને પ્રબુધ્ધ નાગરીકો જોડાયા હતા. આ પ્રસંગે બેંકના એડવાઇઝર ટુ ધી બોર્ડ શ્રી એચ.એમ.પટેલે મંચસ્થ મહાનુભાવોને પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરી આવકાર્યા હતા. ધી ગુજરાત સ્ટેટ બેંક તરફથી ઉપસ્થિત થયેલ તજજ્ઞ શ્રી હિતેશભાઇ ચૌધરી દ્વારા ૨૦૧૪થી અત્યાર સુધી કેન્દ્રમાં લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની સરકાર દ્વારા આર્થિક,સામાજીક,આરોગ્ય,વિદેશનિતી તેમજ ખાસ કરીને કોરાના કાળમાં ભારત દ્વારા કરવામાં આવેલ સુપ્રસિધ્ધ કામગીરીની વિગતવાર છણાવટ કરવામાં આવેલ હતી અને આ સમયગાળા દરમ્યાન ભારતે કરેલ બેનુમન પ્રગતિથી આકાર્ષાઇ વિશ્વની સૌથી શક્તિશાળી આર્થિક સમુહ G-20 ની વિવિધ સમીટનું અઘ્યક્ષસ્થાન ભારતને મળેલ છે તેમજ જણાવેલ G-20 સમીટના અઘ્યક્ષસ્થાન સંભાળવાથી આવનાર દિવસોમાં આપણા દેશને તેમજ આમ જનતાને થનાર લાભાલાભની ઉંડી સમજ તેઓશ્રીએ આપેલ હતી. G-20 સમીટએ ભારતની શકિત દર્શાવવાની અનન્ય તક મળેલ છે આપણી પૌરાણીક વિરાસત આસ્થા અને આપણી બૌઘ્ધીકતા દર્શાવતો “વસુધૈવ કુટુમ્બકમ્” મંત્ર પ્રતિબિંબિત થઇ રહ્યો છે. આર્યુવૈદ યોગ અને હોમીયોપેથીક વગેરેને સમગ્ર દુનિયામાં પ્રસારીત કરવાની તક મળેલ છે, અતિથી દેવોભવની આપણી પરમપરાના દર્શન કરાવવાનો ઉત્તમ અવસર G-20 સમીટ દ્વારા મળેલ છે, જેથી ભારતના પ્રવાસન ક્ષેત્રને વધુ વેગ મળશે. આમ ભારતના અર્થતંત્રમાં વિકાસને વેગ મળશે.

આ પ્રસંગે પ્રસંગોચિત્ત ઉદ્બોધન ભાજપના સા.કા.મહામંત્રી શ્રી વિજયભાઇ પંડયા,સાબરકાંઠા જિલ્લા બેંકના વાઇસ ચેરમેન શ્રી ભિખાજી ડામોર તેમજ ભાજપ જિલ્લા પ્રમુખ શ્રી જે.ડી.પટેલે કરેલ હતા.

અંતમાં આભાર વિધી બેંકના એડવાઇઝર ટુ ધી બોર્ડ શ્રી એચ.એમ.પટેલે કરેલ હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!