JUNAGADHMANGROL

માંગરોળ: શેરીયાજના બુટલેગર બન્ને ભાઈઓ સામે પાસા લાગુ

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શેરીયાજ ગામના બન્ને બુટલેગર ભાઇઓ સામે પાસા લાગુ કરી એકને અમદાવાદ અને બીજાને સુરત લાજપોર જેલમાં ધકેલી દેવાયા છે. આ અંગે મળતી વિગત મુજબ પ્રોહીબીશન બુટલેગરો સામે પાસા.તડીપાર જેવા અટકાયતી પગલાં લેવા રેન્જ આઇજીપી મયંકસિંહ ચાવડા ,એસપી રવિતેજા વાસમ શેટ્ટીએ સૂચના આપી હતી.

દરમિયાન માંગરોળ તાલુકાના શેરીયાજ ગામના વિજય રામાભાઈ ખાંભલા અને નારણ ઉફૈ ભરત રામાભાઈ ખાંભલા નામના બન્ને ભાઈઓ સામે પ્રોહીબીશનના કેસ નોંધાયેલ હોય માંગરોળ મરીન પોલીસ દ્વારા પાસાની દરખાસ્તા તૈયાર કરાઇ હતી.

આ દરખાસ્તા એસપી રવિતેજા વાસમ શેટ્ટી દ્વારા રજૂ કરાતા જિલ્લા કલેક્ટર રચિત રાજે બને ભાઇઓ સામે પાસાનું વોરંટ ઇશ્યુ કયુઁ હતું. બાદમાં એલસીબી પીઆઇ જે.અચ.સિંધવ ,પીએસઆઇ જે.જે .ગઢવી ,ડી.કે ઝાલા અને સ્ટાફે તપાસ હાથી ઘરી હતી. દરમિયાન બને ભાઇઓ શેરીયાજ ગામે પોતાના ધરે હોવાની બાતમીના પગલે એલસીબીએ દરોડો પાડી બન્ને ભાઇઓને ઝડપી લીઘા હતા.

દરમિયાન એકભાઇને સેન્ટ્રલ જેલમાં અમદાવાદ તેમજ બીજાભાઇને સુરત લાજપોર જેલ ખાતે ધકેલી દેવાયો છે.આમ, પ્રોહીબીશન બુટલેગરો સામે પાસાનું શસ્ત્ર કામે લગાડતા દારૂના ધંધાર્થીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. હજુ પણ બુટલેગરો સામે પાસાની કડક કાયૅવાહી કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

—— રિપોર્ટર વસંત અખિયા માંગરોળ —–

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!