GUJARAT

જિગર”થી લખાયેલા પુસ્તકનું મહારાષ્ટ્રમાં વિમોચન

“જિગર”થી લખાયેલા પુસ્તકનું મહારાષ્ટ્રમાં વિમોચન

ગુજરાતના વિવેચક ચિંતકએ મહાત્મા ગાંધીજી થી રાહુલ ગાંધી સુધીની રાજ નિતીને તાદ્રશ્ય કરી

જામનગર (ભરત ભોગાયતા)

મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય દાદર ખાતે ક્રાંતિજ્યોતિ સાવિત્રીબાઈ ફૂલે અને રાજમાતા જીજાઉની જન્મજયંતિ નિમિત્તે પ્રદેશ અધ્યક્ષ શ્રી નાનાભાઉ પટોલેજીની અધ્યક્ષતામાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત જોડો ન્યાય યાત્રાના પ્રારંભ પહેલા આયોજિત આ કાર્યક્રમમાં પ્રથમ ભારત જોડો યાત્રા પર લખાયેલ પ્રથમ પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.*

*મહાત્મા બનને કી ઓર, પ્રથમ ભારત જોડો યાત્રા પર લખાયેલ આ પુસ્તક ગુજરાતના રાજકીય ચિંતક વિચારક, વ્યૂહરચનાકાર અને રણનીતિકાર શ્રી જિગર દોશી દ્વારા લખવામાં આવ્યું છે.*

* રાહુલ ગાંધીના નેતૃત્વમાં આઈડિયા ઓફ ઈન્ડિયા અને પ્રેમની ભાવના સાથે 2022 થી 2023 દરમિયાન અનુપમ ભારત જોડો યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં કોંગ્રેસના તમામ આગેવાનો, કાર્યકરો અને લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રાહુલ ગાંધીએ આ યાત્રા દરમિયાન લોકોને સમજાવ્યું કે કોંગ્રેસે ભારતની પ્રગતિમાં કેટલું યોગદાન આપ્યું છે.*

*સ્વતંત્રતાની લડાઈમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું યોગદાન, આદરણીય રાષ્ટ્રપિતા શ્રી મહાત્મા ગાંધીજી નો યુગ, મહાન વૈશ્વિક નેતા અને ભારતના પ્રથમ વડાપ્રધાન શ્રી પંડિત જવાહરલાલ નેહરુ આયર્ન લેડી શ્રીમતી ઈન્દિરા ગાંધીજી, 21મી સદીના ભારત નું સ્વપ્ન ધરાવનાર અને તેમનું જીવન ભારતને સમર્પિત કરીને બલિદાન આપનાર શ્રી રાજીવ ગાંધી શ્રીમતી સોનિયા ગાંધીનો સંઘર્ષ અને રાહુલ ગાંધીનો જનનેતા તરીકે ઉદભવ, આ તમામ વિષય પર લખાયેલ પુસ્તકનું વિમોચન મહારાષ્ટ્ર કોંગ્રેસ સમિતિના પ્રદેશ અધ્યક્ષ શ્રી નાનાભાઉ પટોલેના કરકમલો દ્વારા કરવામાં આવ્યું હતું.*

*દેશમાં કોંગ્રેસના તમામ નેતાઓ, ધારાસભ્યો, અધિકારીઓ અને કાર્યકરો આ પુસ્તક દ્વારા પોતપોતાના વિસ્તારોમાં વિચારધારાની લડાઈને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરે તો કોંગ્રેસ અને રાહુલ ગાંધીનો સંદેશ દરેક ઘર – ઘરમાં પહોંચશે. આવી લાગણીઓ માનનીય શ્રી ડો. હેમંત શ્યામ સોનારે, પ્રમુખ, ઔદ્યોગિક સેલ, મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસે વ્યક્ત કરી. આ પુસ્તક લાખો લોકો અને યુવાનો સુધી પહોંચશે તેવી મક્કમતા પણ વ્યકત કરી.*

*કોંગ્રેસ પુસ્તકોની રાજનીતિ માટે નહીં પરંતુ પુસ્તકોથી વિચારનીતિ ફેલાવવા માટે અને જનતા માટે પ્રતિબદ્ધ છે.*

*મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસના આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી નાનાભાઉ પટોલેજી મહાત્મા બનને કી ઓર પુસ્તક લખવા માટે પ્રકાશ અને પ્રેરણાસ્ત્રોત રહ્યા છે. આ પુસ્તકને આટલી ઊંચાઈએ પહોંચાડવામાં ડૉ. હેમંત શ્યામ સોનારે, પ્રમુખ, ઈન્ડસ્ટ્રીયલ સેલ, મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસનો અભૂતપૂર્વ સહયોગ મળ્યો. પુસ્તકના લેખક, રાજકીય વિચારક અને વ્યૂહરચનાકાર જિગર દોશીએ આ યોગદાન માટે માનનીય શ્રી ડો. હેમંત શ્યામ સોનારેનો આભાર વ્યક્ત કર્યો. આ સાથે, તેમણે આનંદ કુલકર્ણી, સેક્રેટરી ઈન્ડસ્ટ્રીયલ સેલ, મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસનો પણ આભાર વ્યક્ત કર્યો.હતો

*આ ભવ્ય કાર્યક્રમમાં મહારાષ્ટ્ર મહિલા કોંગ્રેસના પ્રમુખ શ્રીમતી સંધ્યા સાવલાખે, રાજ્યના પ્રદેશ ઉપાધ્યક્ષ નાના ગાવંડે, મહારાષ્ટ્ર પ્રદેશ સરચિટનીસ, વહીવટ અને સંગઠન પ્રમોદ મોરે, મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ સેલ અને વિભાગના સંયોજક પ્રજ્ઞાતાઈ વાઘમારે, મહારાષ્ટ્ર સમાજના અગ્રણીઓ, મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ સોશિયલ મીડિયાના પ્રમુખ વિશાલ મુત્તેમાવર, મુખ્ય પ્રવક્તા અતુલ લોંધે અને વિવિધ વિભાગોના વડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

@__________________
BGBhogayata
b.sc.,ll.b.,dny
gov.accre.Journalist
jmr
8758659878

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!