BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને જાહેર સેવા આયોગની પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ…

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૧૬/૦૧/૨૦૨૪

 

ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને ભરૂચ જિલ્લામાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવાનાર આદિજાતી વિકાસ અધિકારી વર્ગ-૨ની પ્રિલિમરી પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં, કલેક્ટર તુષાર સુમેરા દ્વારા આદિજાતી વિકાસ અધિકારી વર્ગ-૨ની પ્રિલિમરી પરીક્ષાના મુદ્દાઓ અંગે પરીક્ષા સમિતિ સાથે ચર્ચા કરી હતી. તેમણે લાઈઝનીંગ અધિકારીઓને જરૂરી સૂચનો આપી માર્ગદર્શન આપ્યું હતું.

 

જેમાં આગામી ૨૧ મી જાન્યુઆરી ૨૦૨૪ રોજ પ્રિલિમરી પરીક્ષા યોજાશે. જિલ્લાના ૨૦ પરીક્ષા કેન્દ્રો અને બિલ્ડીંગ, બેઠક વ્યવસ્થા, પોલીસ વિભાગ દ્વારા સ્ટાફની નિમણૂક કરવા માટે, જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પરીક્ષાની કામગીરી માટે સ્ટાફની નિમણુક કરવા બાબત, તે સાથે જ ઝોનલ કચેરીઓ, વીજ પુરવઠો ચાલુ રાખવા બાબત, બસ સુવિધા યોગ્ય રીતે રાખવા બાબત, અને આરોગ્ય અધિકારી દ્વારા થતી કામગીરી, તેમજ પરીક્ષા કેન્દ્ર પર સલામતી વ્યવસ્થા જળવાઈ રહે અને સુચારુરૂપે ભૌતિક અને આનુષંગિક તમામ વ્યવસ્થા જળવાઈને પરીક્ષા યોજાય તે માટેના તમામ પ્રકારના જરૂરી સલાહ સૂચનો આપ્યા હતા.

 

આ મિંટીંગ દરમ્યાન ઉપસ્થિત તકેદારી અધિકારીઓ, ઝોનલ અધિકારીઓ, કેન્દ્ર નિયામક, વગેરેને પરિક્ષા પહેલા, પરિક્ષા બાદ તેમજ પરીક્ષા દરમ્યાન રાખવાની તકેદારીઓ,ફરજો વગેરે જેવી તમામ કાર્યપધ્ધતિઓની શિક્ષણ વિભાગના શિક્ષણ નિરીક્ષક શ્રી દીવ્યેશભાઈ પરમાર દ્નારા તાલીમ આપવામાં આવી હતી.

 

અત્રે ઉલ્લેખનિય છે કે, ભરૂચ જિલ્લામાં તા.૨૧/૦૧/૨૦૨૪ ના રોજ સવારે ૧૧ : ૦૦ થી બપોરે ૦૨: ૦૦ કલાકેમાં, કુલ ૨૦ પરીક્ષા કેન્દ્રો અને ૧૯૭ બ્લોક ઉપર આ પરીક્ષા યોજાશે તેમજ જિલ્લામાં કુલ ૪૭૨૦ ઉમેદવારો આ લેવાનાર પરીક્ષામાં હાજરી આપશે.

 

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પી.આર.જોશી, નિવાસી અધિક કલેક્ટર એન.આર.ધાંધલ, જિલ્લા શિક્ષણાધિકારી, સહિત સંબંધિત અધિકારીઓ તેમજ સમિતિના સભ્યો, શાળા સંચાલકો ઉપસ્થિત રહી પરીક્ષા સુચારૂરીતે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે અંગે પરામર્શ કરવામાં

આવ્યો હતો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!