HALOLPANCHMAHAL

હાલોલમાં હજરત બાદશાહ બાબાની દરગાહ ખાતે ત્રણ દિવસીય બાદશાહી ઇદ આનંદ મેળો યોજાયો.

તા.૨૫.એપ્રિલ

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

સમગ્ર દેશ ભરમાં મુસ્લિમોના પવિત્ર તહેવાર એવા રમઝાન ઇદ ની મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી ઉજવણી કરવામાં આવી હતી જે ઈદ ને ઈદુલ ફિત્ર તરીકે ઉજવવામાં આવે છે. આ ઉજવણીને લઈને હાલોલ નગરના પાવાગઢ રોડ પર આવેલ હઝરત બાદશાહ બાબાની દરગાહ ખાતે ત્રણ દિવસીય બાદશાહી ઇદ આણંદ મેળાનું ભવ્ય આયોજન બાદશાહ બાબા દરગાહ કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું.જેમાં બાળકોનું મનોરંજન પૂરું પાડવા ઇદ આનંદ મેળામાં વિવિધ ચકડોળો સહિત ખાણીપીણી ની દુકાનો રમકડાં ની દુકાનો લાગી હતી. ઈદની ખુશીમાં લોકો મન મૂકીને બાદશાહી ઈદ આણંદ મેળાનો લાભ લીધો હતો.જે આણંદ મેળો ઇદના ત્રન દિવસ યોજાયો હતો.જ્યારે આ ઈદ મેળામાં હાલોલ,કાલોલ,ગોધરા, વેજલપૂર,વડોદરા,બોડેલી, ઘોંઘબા, બાસ્કા સહિત આજુબાજુના ગામોમાંથી પણ મોટી સંખ્યામાં મુસ્લિમો બિરાદરો ઉમટયા હતા અને શાંતિ પૂર્ણ માહોલમાં ઈદ મેળાનો લાભ લીધો હતો.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!