AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાના વઘઇ ખાતે કતલખાને જવાતા 20 ગૌવંશ ભરેલ ટ્રક સાથે બે ઈસમો ઝડપાયા,એક વોન્ટેડ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાનાં વઘઈ વાંસદા રોડ ફોરેસ્ટ ચેકપોસ્ટ પાસેથી કતલખાને લઈ જતા પશુઓ ભરેલ ટ્રક સાથે પોલીસની ટીમે બે ને ઝડપી પાડી અંદાજે કુલ કિંમત રૂપિયા ૪.૪૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. અને એક ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.વઘઇના ગૌરક્ષકોએ વઘઈ વાંસદા રોડ ફોરેસ્ટ ચેકપોસ્ટ પાસેથી કતલખાને લઈ જતા પશુઓ ભરેલ  ટ્રક રજી.નંબર MH -18 -BH -8152 સાથે બે ઈસમોને ઝડપી પાડયા હતા.અને ગૌરક્ષકો  ટ્રક સાથે બંને આરોપીઓને પકડી વઘઈ પોલીસ મથકે લઈ ગયા હતા.જે બાદ વઘઈ પોલીસ સ્ટાફના માણસોએ ટ્રકની તપાસ કરતા ૨૦ નંગ જેટલી વાછરડીઓ મળી આવી હતી.જેથી પોલીસે ટ્રક માં સવાર યોગેશભાઈ સંતોષભાઇ પાટીલ (રહે.વાસખેડી તા. સાકરી જી.ધુલિયા હાલ રહે.શાહદા તા.શાહદા જી. નંદુરબાર મહારાષ્ટ્ર) તથા નરેન્દ્રભાઈ રાધોભાઈ કોળી(રહે.જુના કોલદા ,તા.સીંદખેડા જી.ધુલે) ની અટકાયત કરી હતી.તેમજ ટ્રક જેની કિંમત રૂપિયા ૪ લાખ તથા વાછરડીઓ નંગ-૨૦ જેની કિંમત રૂપિયા ૪૦ હજાર તથા મોબાઇલ જેની કિંમત રૂપિયા ૫ હજાર એમ મળી કુલ કિંમત રૂપિયા ૪.૪૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.હાલમાં પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ હતુ કે,મેહસાણા જીલ્લાના વીજાપુર ખાતે રત્નેશ્વર ટ્રાન્સપોર્ટ ચલાવતા હર્ષદભાઈ પટેલે આ પશુઓ ભરાવ્યા હતા અને મહારાષ્ટ્રના અહેમદનગર ખાતે પશુઓ ભરેલ ટ્રક લઈ જવામાં આવી રહ્યો હતો. ત્યારે પોલીસે હર્ષદ પટેલ નામનાં ઈસમને વોન્ટેડ જાહેર કર્યો હતો.તેમજ વઘઈ પોલીસ મથકે આ અંગેનો ગુનો નોંધી,આગળની કાર્યવાહી હાથ ધરી છે..

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!