બ્યુરો રિપોર્ટ:-બળવતસિંહ ઠાકોર.
“આત્મા”ની ટીમે વિસનગર ખાતે ફાર્મર માસ્ટર ટ્રેનર દશરથભાઈ પટેલના કપાસ અને મિશ્ર ખેતી વાળા પ્રાકૃતિક ખેતીની મુલાકાત લીધી હતી. તેમજ દેશી ગાય આધારિત અળસીયા ખેતી અને બીજામૃત અને ઘનજીવામૃત અંગે પ્રાકૃતિક ખેતીમાં મળેલા પરિણામોનું ચકાસણી કરી હતી. તાજેતરમાં મહેસાણા જિલ્લામાં પડેલા ભારે વરસાદની પગલે પ્રાકૃતિક ખેતીમાં તેની શું અસર થઈ છે તેમજ પાક અને જાળવણી અંગેની માહિતી મેળવવા માટે મહેસાણા આત્મા કચેરીના અધિકારીશ્રી બીજલ બેને આસિસ્ટન્ટ ટેકનોલોજી મેનેજર નિમિષાબેન ચૌધરી સાથે અને બ્લોક ટેકનીકલ માસ્ટર કનુભાઈ પટેલની સાથે વિસનગરના ફાર્મર માસ્ટર ટ્રેનર દશરથભાઈ પટેલના ખેતરની મુલાકાત લીધી હતી.
તેમણે કરેલી પ્રાકૃતિક ખેતી દ્વારા કપાસ અને મિશ્ર પાકની ખેતીની ચકાસણી કરી હતી. પ્રાકૃતિક પાકની મુલાકાતે આવેલ તેમણે સર્વેમાં કપાસ, અડદ ,કાકડી, દૂધી, મરચીના મિશ્ર પાકની ચકાસણી કરીને તેના ઉત્તમ ગુણવત્તા યુક્ત પાકની ઉત્પાદનની સરાહના પણ કરી હતી. જિલ્લામાં પડેલા ભારે વરસાદના પગલે પાકને કોઈ નુકસાન નથી થયું તેનું કારણ અળસીયા અને દેશી ગાય આધારિત જીવામૃત અને ઘન જીવામૃત થી પાકમાં કરવામાં આવેલી જાળવણી પરિણામ છે એમ જાણીને તેઓ આનંદિત થયા હતા. અને ખેડૂત દશરથભાઈ ને બિર્દાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ફાર્મર માસ્ટર ટ્રેનર દશરથભાઈ પટેલ છેલ્લા 18 વર્ષથી પ્રાકૃતિક ખેતી તરફ વળેલા છે. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી થી પ્રેરાઈને દશરથભાઈએ પ્રાકૃતિક ખેતી કરવાનું આરંભ કર્યું.
તાજેતરમાં પડેલા વરસાદની અસર પણ પ્રાકૃતિક ખેતી પદ્ધતિના કારણે પાકને નુકશાન થયુ નથી તેમજ તેઓ છેલ્લા 12 વર્ષથી દેશી ગાય આધારિત ખેતી કરે છે જેના પગલે જીવામૃત ,ઘન જીવામૃત નો ઉપયોગ પણ કરી રહ્યા છે. આના કારણે તેમની જમીનમાં પોષણ મળે છે અને જમીન ફળદ્રુપ બની રહી છે અને અળસિયાના કારણે વધારાનું વરસાદી પાણી પણ ચુસાઈ જાય છે આના કારણે પાક સ્વસ્થ અને પોષણયુક્ત બને છે એમ દશરથભાઈ જણાવે છે.
ગાય આધારિત ખેતીમાં તેઓ દેશી ગાયનું છાણ, ગૌમૂત્ર, જીવામૃત બનાવીને તેમનો છંટકાવ કરે છે તેથી ઉત્પાદન પણ સારું મળે છે.