GUJARATPANCHMAHALSHEHERA
ગોધરાના જાણીતા સર્જન ડૉ. કે.વી. પંચાલને માનવતાની સેવા માટે વિશિષ્ટ સન્માન
પંચમહાલ ગોધરા:
નિલેશભાઈ દરજી શહેરા
ગોધરા :
ગોધરાના પ્રતિષ્ઠિત જનરલ સર્જન ડૉ. કે.વી. પંચાલ (M.S.)ને તેમની માનવતાની ઉત્કર્ષ સેવા અને આરોગ્ય ક્ષેત્રે આપેલા અમૂલ્ય યોગદાન માટે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) ગોધરા બ્રાન્ચ તથા ભાઇલાલ અમીન હોસ્પિટલ દ્વારા વિશિષ્ટ સન્માન આપવામાં આવ્યું હતું.
વર્ષો સુધી ગોધરા સહિત આસપાસના વિસ્તારોમાં હજારો દર્દીઓને નવી જિંદગી આપનાર ડૉ. પંચાલે માત્ર તબીબી સેવા જ નહીં, પણ સમાજમાં આરોગ્ય વિશે જાગૃતિ ફેલાવવાની દિશામાં પણ અમુલ્ય કામગીરી કરી છે. તેમની સરળ ભાષામાં સમજાવવાની પદ્ધતિ અને દર્દીઓ પ્રત્યે લાગણીશીલ વલણ માટે તેઓ ખૂબ જાણીતા છે.
આ સન્માન કાર્યક્રમમાં ગોધરા શહેરના ડૉક્ટરગણ, સામાજિક આગેવાનો તેમજ દર્દીઓએ પણ હાજરી આપી હતી અને ડૉ. પંચાલના યોગદાનને શુભેચ્છાઓ આપી હતી.