GUJARATMEHSANAVIJAPUR

ધરોઈ બંધ વિભાગ 1 ની ઓફીસ ને ફરીથી શીલ મારતી વિજાપુર કોર્ટ

ધરોઈ બંધ વિભાગ 1 ની ઓફીસ ને ફરીથી શીલ મારતી વિજાપુર કોર્ટ
દાવા માં વળતર ચૂકવવા ના હૂકમ બાદ વળતર નહિ ચૂકવતા ધરોઈ બંધ વિભાગની કચેરીને શીલ મરાયું
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ના માલોસણ ગામના ખેડૂતે પોતાના ખેતરમાં ધરોઈ પાણી ની કેનાલ નાખી તેનો કોઈ ઉપયોગ ન કરીને વર્ષ ૨૦૦૮ થી આજ દિવસ સુધીમાં ધરોઈ બંધ વિભાગ તરફથી ૧૬ વર્ષ થવા આવ્યા પરંતુ હજુસુધી ધરોઈ કેનાલ વિભાગ તરફથી કોઈ વળતર ચૂકવી નહિ આપતા ખેડૂત કાંતિભાઈ પ્રભુદાસ પટેલ દ્વારા કોર્ટમાં વળતર લેવા દાવો કર્યો હતો જેનો કોર્ટે ખેડૂત કાંતી ભાઈ પ્રભુદાસ પટેલ ને વળતર ચૂકવી આપવા હૂકમ કર્યો હતો જે દાવા માં હૂકમ થયા બાદ પણ વળતર નહીં ચૂકવતા હિસાબી શાખાની ઓફીસ માં કોમ્પ્યુટર સહિત ની ચીજ વસ્તુઓ સાથે કોર્ટે ઓફીસ ને સીલ માર્યું હતુ પરંતુ કાર્યપાલક ઈજનેર એસ એસ પટેલ દ્વારા કોર્ટ સમક્ષ બાંયધરી આપી હતી કે ખેડુત ને તેઓનું વળતર બે મહિના ચૂકવી આપવા માં આવશે તેમ છતાંય કોર્ટમાં કોઈ રકમ જમા નહીં કરાવતા કોર્ટે ઈજનેર ધરોઈ કેનાલ વિભાગ ૧ ને કારણદર્શક નોટીસ આપી હતી જેમાં કોઈ સંતોષકારક જવાબો નહીં મળતા કોર્ટે ફરીથી ધરોઈ બંધ વિભાગ ૧ ની ઓફિસ ને શીલ મારી જ્યાં સુધી ખેડૂત પટેલ કાંતી ભાઈ પ્રભુદાસ ને એમના વળતર ના નાણાં ના ચૂકવાય ત્યાં સુધી ઓફીસ ને મારેલ શીલ કોઈએ ખોલવું નહીં જો શીલ ખોલવા માં કોઈ કસૂરદાર બનશે તેની સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે ફરીથી ધરોઈ વિભાગ ૧ની કચેરીના મારેલ શીલ ના પગલે ધરોઈ વિભાગ ૧ની કચેરી ચર્ચાઓ માં આવી છે

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!