JETPURRAJKOT

જેતપુરમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી

તા.૨૬ જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

 

શહેરના રાજમાર્ગો પર વિવિધ વેશભૂષાથી સજજ વિદ્યાર્થીઓએ તેમજ ફલોટોઓ એ આકર્ષણ જમાવ્યું

 

દેશભરમાં આજે ૭૪ માં પ્રજાસતાક દિનની ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જેતપુર શહેર તેમજ. ગામો ગામ શાળા કોલેજો તેમજ સંસ્થાઓ દ્વારા ધ્વજવંદન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ ઠેર ઠેર દેશભકિતના ગીતોથી આભ ગુંજયું હતુ.

જેતપુરમાં આજે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે દેશ ભકિતનો જબરો માહોલ સર્જાયો હતો.જેમાં વિવિધ પ્રકારના સાંસ્કૃતિક સ્કૂલ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. તેમજ તેેમાં ઘણાં બધા કાર્યકરો જોડયા હતા. ત્યાર બાદ શહેરના વિવિધ રાજમાર્ગો ઉપર લગભગ એક કિલોમીટર લાંબી રેલી નીકળી હતી જેમાં વિવિધ વેશભૂષાથી સજજ બાળકોએ ઉત્સાહ દેખાડ્યો હતો આ સાથે ફ્લોટો એ પણ આકર્ષણ જમાવ્યું હતું

કાર્યક્રમની શરૂઆતમાં જેતપુર નવાગઢ નગરપાલિકાના ચીફ ઓફીસર અશ્વિન ગઢવી તેમજ જેતપુર સિટી પી.આઈ. એ.એચ. હેરમાંના વરદહસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.. ત્યારબાદ ત્યાં હાજર તમામ નાગરિકો એ રાષ્ટ્રગીત ગાઈને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.

ધ્વજવંદન, સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ જેતપુર શહેર તાલુકાની ની નામાંકિત સ્કૂલો ધવલ ઇન્ટરનેશનલ, એસ પી વી એસ, અને પીડીબી કેમ્પસના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો દ્વારા જેતપુર શહેરના મુખ્ય માર્ગો પર વિશાળ ઐતિહાસીક અંદાજિત 2500 જેટલા વિદ્યાર્થીઓ સાથે રેલીનું આયોજન કર્યું હતું.

જેતપુરમાં સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલ સંસ્થા જેસીઆઈ કલર્સ,તેમજ જેતપુર સિટી પોલીસ સ્ટાફ ,તેમજ ધવલ સ્કૂલ, પીડીબી કેમ્પસ, અને એસપીવીએસ કેમ્પસ સ્કૂલ નાં વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા આજે ૨૬ મી જાન્યુઆરી નાં રોજ ધ્વજ વંદન કાર્યકમ નું આયોજન કરવામાં સહભાગી થયા હતા.

 

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!